________________
પામ્યો એટલે મરીને વ્યંતર થયો ને જૈન સંઘમાં રોગચાળો ફેલાવવા લાગ્યો. ભદ્રબાહુસ્વામીએ એ ઉપદ્રવ દૂર કરવા ‘ઉવસગ્ગહરં’ સૂત્ર બનાવ્યું, જેના બોલવાથી એ ઉપસર્ગની કંઈ અસર થઈ શકી નહિ. આજે પણ એ સ્તોત્ર મહાપ્રભાવવાળું ગણાય છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ આવી રીતે અનેક ઠેકાણે પોતાની વિદ્વત્તાથી અને શક્તિથી જૈન ધર્મનું ગૌરવ વધાર્યું.
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૨
*
શ્રી યશોભદ્રસૂરિજીની પાટે શ્રી સંભૂતવિજયજી નામના આચાર્ય હતા. ભદ્રબાહુસ્વામી તેમના ગુરુભાઈ થાય. આ બન્ને મહાન આચાર્યો જ્યારે હિંદભરમાં જૈન શાસનનો ડંકો વગાડી રહ્યા હતા ત્યારે પાટલીપુત્ર નગરમાં રાજ્યની મોટી ઊથલપાથલ થઈ રહી હતી.
નવમા નંદે ચાણક્ય નામના એક અત્યંત બુદ્ધિશાળી બ્રાહ્મણનું અપમાન કર્યું. તેણે અનેક પ્રપંચ કરી નંદરાજાનો નાશ કર્યો અને ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડ્યો. ચાણક્ય તેનો પ્રધાન થયો. એના બુદ્ધિબળથી અને ચંદ્રગુપ્તના પરાક્રમથી તેમણે આખા હિંદ ઉપર પોતાની આણ ફેરવી.
Jain Education International
સમ્રાટ ચંદ્રગુપ્ત ખૂબ વૈભવ ને ઠાઠમાઠથી રહેતો હતો. ભદ્રબાહુસ્વામીએ પોતાની વિદ્વત્તાથી તેના પર ઘણી સારી છાપ પાડી હતી. એક વખત ચંદ્રગુપ્ત જ્યારે ભરનિદ્રામાં
For Personal & Private Use Only
www.jainelibrary.org