Book Title: Bhadrabahuswami Siddhasen Diwakar Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 8
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૨ . . . . . . હતા. વરાહમિહિર તેમના પુરોહિત થયા, રાજાના પુરોહિતને શેની મણા રહે ! આ રાજાને લાંબે વખતે એક પુત્ર થયો એટલે આખા નગરમાં આનંદઉત્સવ થયો. લોકો અનેક જાતની ભેટો લઈ રાજાને મળવા આવવા લાગ્યા ને પોતાનો આનંદ પ્રદર્શિત કરવા લાગ્યા. - વરાહમિહિરે આ પુત્રની જન્મપત્રિકા બનાવી ને તેમાં લખ્યું કે પુત્ર સો વર્ષનો થશે. રાજાને એથી અત્યંત હર્ષ થયો ને વરાહમિહિરને ખૂબ ઇનામ આપ્યું. વરાહમિહિરને આ વખતે પોતાની દાઝ કાઢવાનો લાગ મળ્યો. તેણે રાજાના કાન ભંભેર્યા કે, મહારાજ ! આપના કુંવરના જન્મથી રાજી થઈ બધા મળવા આવી ગયા, પણ પેલા જનના આચાર્ય ભદ્રબાહુ નથી આવ્યા. તેનું કારણ તો જાણો ? રાજા કહે, એમ ? આ શકટાલ મંત્રી તેમના ભક્ત છે. તેમને પૂછીશ. રાજાએ તો શકટાલ મંત્રીને બોલાવ્યા ને પૂછ્યું કે આ આનંદપ્રસંગે બધા મને મળવા આવ્યા, પણ તમારા ગુરુ કેમ નથી આવ્યા? શકટાલ મંત્રી કહે, એમને પૂછીને હું આપને કાલે જણાવીશ. ભદ્રબાહુસ્વામી તો મુનિ હતા. તેમને જન્મમરણનો શોક કે ઉત્સવ શું? તે જાણી ગયા કે રાજાના કાન ભંભેરાયા છે, માટે શાસન ઉપર રાજાની અપ્રીતિ ન થાય તેવું કરવું. તેમણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36