________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨.૨
9/
કુળમાં જશે. અગિયારમા સ્વપ્નમાં વાંદરાને હાથી પર બેઠેલો જોયો. તેનું ફળ હવે પછી ધર્મહીન રાજાઓ ઘણા થશે. બારમે સ્વપ્ન સમુદ્રને માઝા મૂકતો જોયો તે એમ સૂચવે છે કે રાજાઓ ન્યાય-નીતિ મૂકીને ગમે તેવા કરવેરા નાખી પ્રજા પાસેથી પૈસા પડાવશે. તેરમે સ્વપ્ન મહારથને વાછરડાં જોડેલાં જોયાં તેનું ફળ એ થશે કે પવિત્ર ભાગવતી દીક્ષાને મોટી ઉંમરના માણસો ગ્રહણ કરશે. બાળપણામાં વધારે દીક્ષા લેશે ને તે પણ ભૂખે પીડાતા કે દુ:ખે સીદાતા. વળી ગુરુનો વિનય કરવો મૂકી તે પોતપોતાની મતિએ ચાલશે. ચૌદમે સ્વપ્ન રાજપુત્રને ઊંટ પર ચડેલો જોયો તેનો અર્થ એ કે રાજાઓમાં સંપ નહિ રહે. પંદરમે સ્વપ્ન રત્નના ઢગલામાં માટી મળેલી જોઈ તે એ સૂચવે છે કે મુનિઓ આગમગત વ્યવહારને છોડી દઈ બાહ્ય આચાર પર વધારે ભાર મૂકશે. એમની રહેણી ને કરણી એક નહિ હોય. સોળમે સ્વપ્ન બે કાળા હાથીને લડતા જોયા તે જોઈએ ત્યાં વરસાદ નહિ પડે એમ સૂચવે છે.
આ રીતે ભદ્રબાહુસ્વામીએ આવી રહેલા સમયનો બરાબર ચિતાર આપી દીધો. આ સોળ સ્વપ્નનો અર્થ સાંભળી રાજા ચંદ્રગુપ્તને ખૂબ દુ:ખ થયું. તે ઉદાસ થયો. ભદ્રબાહુસ્વામી પણ બાર વર્ષનો ભયંકર દુકાળ પડશે એમ જાણી નેપાળ દેશમાં ગયા ને ત્યાં તેમણે મહાપ્રાણધ્યાનનો આરંભ કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org