________________
શ્રી ભદ્રબાહુવામી
૧૧
બાર વર્ષની
બાર વર્ષનો ભયંકર દુકાળ પડ્યો છે. અન્ન અને પાણીના સાંસા પડવા લાગ્યા છે. એટલે સાધુઓ દક્ષિણ દિશામાં ચાલ્યા ને સમુદ્રને કિનારે આવેલા ગામડામાંથી આહાર-પાણી મેળવવા લાગ્યા.
વિદ્યા એવી વસ્તુ છે કે જો તેને ફરી ફરીને ફેરવીએ નહિ તો વીસરી જવાય. આ સાધુઓને પણ તેમ જ થયું. તેઓ ઘણાં શાસ્ત્ર ભૂલવા લાગ્યા. જ્યારે બાર વર્ષનો દુકાળ પૂરો થયો ત્યારે સાધુઓ પાછા ફર્યા ને પાટલીપુત્રમાં બધો સંઘ એકઠો થયો. એમાં કેટલાક સ્વર્ગસ્થ થયા હતા. કેટલાયનો પત્તો ન હતો. એકત્ર થયેલાઓમાંથી જેમને જે સૂત્રો યાદ હતાં તે બધાં એકઠાં કરી લીધાં. એમાં અગિયાર અંગો મળી શક્યાં પણ બારમું દૃષ્ટિવાદ અંગ બાકી રહી ગયું.
બધા મૂંઝાવા લાગ્યા. તે વખતે નેપાળમાં ગયેલા ભદ્રબાહુસ્વામી યાદ આવ્યા. તે બારમા દૃષ્ટિવાદ અંગને જાણતા હતા. સંઘે બે મુનિઓને તેમને બોલાવી લાવવા મોકલ્યા. બંને મુનિ લાંબો વિહાર કરી નેપાળ પહોંચ્યા. ત્યાં ભદ્રબાહુ સ્વામી ધ્યાનમાં મસ્ત હતા. જ્યારે તે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે સાધુઓએ હાથ જોડી કહ્યું, કે હે ભગવન્! સંઘ આપને પાટલીપુત્ર આવવાનો આદેશ (હુકમ) કરે છે.” ભદ્રબાહુસ્વામી એ સાંભળી બોલ્યા: “હમણાં મેં મહાપ્રાણધ્યાન શરૂ કરેલ છે, તે બાર વર્ષે પૂરું થાય છે, માટે હું આવી શકીશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org