Book Title: Atmanu Saundarya
Author(s): Shailesh Rathod
Publisher: Shailesh Rathod

View full book text
Previous | Next

Page 2
________________ પ્રસ્તાવના વર્તમાન ક્ષણમાં વધુ સર્ચત, વધુ સભાન અને વધુ ઉપસ્થિત રહેવા સુંદર આતમાની જરૂર પડે. આત્મીયતા, આશા અને આસ્થાથી ભરેલો મનુષ્ય સામાન્ય સ્થિતિમાં રહેવા છતાં પણ દેવમાનવની ગણનામાં ગણવા યોગ્ય છે. આત્મીયતાભર્યા ઉદાર વ્યવહારનું નામ છે - પ્રેમ. પ્રેમ એક ઉચ્ચકોટિનો સદ્ભાવ છે, જે સેવા, સહાયતા અને સત્યપ્રવૃત્તિઓરૂપી યિાન્વિત થાય છે. આવો સદ્ભાવ વિશ્વના શ્રેષ્ઠ વિચારક પાસેથી તો ક્યારેક આપણી આસપાસનો ઉપેક્ષિત સૃષ્ટિધ્ધી પણ મળી જાય. અહીં સમામાં બનતી ઘટનાઓ, વિશ્વના વિચારકોના દૃષ્ટાંતો અને આત્મીય વહેણ ચકી ચિંતનાત્મક સાહિત્ય પીરસવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ તમામ લેખો 'જાગૃતિ'માં ‘ક્યા’ અને ‘ચેતનાનાં પૂષ્પો' કટારરૂપે પ્રગટ થયાં છે. રક્તપિત્તને એક રોગી રસ્તામાં બેસી હાથત લાંબો કરી ભિક્ષા માગી રહ્યો હતો. તેને ભીક્ષા આપતાં એક યુવાને પૂછ્યું, “ભાઈ, તારુંશરીર રોગથી લગભગ ખલાસ થવા આવ્યું છે, અને તારી ઈન્દ્રિયોનો બરાબર ઉપયોગ કરવાની શક્તિ પણ તારામાં રહી નથી, તો પછી આટલું કષ્ટ વેઠીને જીવવની પીડા શા માટે ભોગવી રહ્યો છે ?” રોગીએ ઉત્તર આપ્યો ? “આ સવાલ ક્યારેક ક્યારેક મારા મનને પણ સતાવે છે ને તેનો જ્વાબ મને જડતો નથી. પણ કદાચ હું એટલા માટે જીવી રહ્યો હોઈશ કે મને જોઈને માનવીને ખ્યાલ આવે કે તે પોતે પણ ક્યારેક મારા જેવો બની શકે છે, એટલે સુંદર દેહનું અભિમાન રાખવા જેવું નથી તે સમજે.” સુંદર દેહના અભિમાનને સ્થાને આત્માની સુંદરતા પ્રગટતી રહે એ ઈશ્વરને વધુ ગમે. વાચનો ઉત્સાહ વધે, જીવનને દોરવવાની પ્રેરણા મળે, વિચારોને શુધ્ધ કરવાની સુગમતા રહે એ ઉદ્દેશથી આ પુસ્તકમાં ચિંતનાત્મક વિચારો પ્રગટ ક્યાં છે. 'બારણાની તિરાડોમાંથી ફુલની સુગંધ જેમ વાયુ વાટે પથરાય છે, રોમાંચિત કરે છે, તેમ ઉત્તમ વાચન ચિત્તમાં પ્રવેશી આનંદલહરીથી વાચકને ડોલાવી દે છે. આ પુમાં પ્રગટ થયેલી વાતો ક્યાંક કોઈને ઉપયોગી થશે તો જ તેની સાર્ધક્તા ગણાશે. આ પુસ્તકના સર્જનમાં મારા કુટુંબીનોની સાથે-સાથે મારી શાળાના વિદ્યાર્થીઓ પણ ક્યાંકને ક્યાંક માર્ગદર્શક બન્યા છે. જાગૃતિના તંત્રીશ્રી ધવલભાઈ શાહ, ગુજરાત સમાચાર પરિવાર, રાહુલ અને વિપુલનો પણ આભાર માનું છું. ઘણા સમયથી છપાઈને એકઠાં થયેલા લેખોને સંકલિત કરવાની જહેમત પ્રીતિએ ઉઠાવી છે તો મારા વિચારોમાં પા...પા..પગલી પાડવાનું કામ ચિ, યુગે ક્યું છે. મારા એકેક લખાણને પ્રસિધ્ધ કરવાની ઉત્કંઠતા છે અને હંમેશા મારા પુની અહનિશ રાહ જોઈને બેસતા એમ. એમ. સાહિત્ય પ્રકાશનના શ્રી યાકુબભાઈનો હું વિશેષ ઋણી છું. વસંત પંચમી, ૨૦૦૬ - શૈલેષ રાઠોડ “અભિધેય” ‘યુગ’ બી-૧, આદર્શ સોસાયટી, છેલેજ રોડ, ખંભાત - ૩૮૮ ૬૨૦ ટેલી. (૦૨૬૮) ૨૨૪૭૧૬ મો. ૯૮૨૫૪૪૨૯૯૧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 75