Book Title: Atmanand Prakash Pustak 047 Ank 06 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ શ્રી આત્માનંદ પ્રકાશ. દેવગિરિ અને જગદગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ, અકબરશાહ પ્રતિબોધક શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજના જીવનનું વિસ્તૃત વર્ણન લગભગ તેમના સમકાલીન જ શ્રી દેવવિમલગણિએ રચેલા સ્વપજ્ઞવૃત્તિયુક્ત હીરસૌભાગ્યમહાકાવ્યમાં છે. તેને ૬ ઠ્ઠા સર્ગમાં જણાવ્યું છે કે-મુનિ હીરહર્ષ (આચાર્ય પદવી પૂર્વેનું હીરસૂરિ મહારાજનું નામ) તેમના ગુરુ શ્રી વિજયદાનસૂરિજીની પાસે નિખિલ વાલ્મને અભ્યાસ કરીને ન્યાયશાસ્ત્રાભ્યાસ કરવા માટે શ્રી ધર્મસાગરમુનિની સાથે દક્ષિણના દેવગિરિમાં ગયા હતા. ત્યાં રહીને તેમણે શ્રાવકે એ બોલાવેલા બ્રાહમણુપંડિત પાસે તર્ક પરિભાષા, મિતભાષિણી, શશધર મણિકંડે, વરદરાજી, પ્રશસ્ત પાદ ભાષ્ય, વર્ધમાન, વર્ધમાનેન્દુ, કિરણાવેલી વગેરે ગ્રંથને અભ્યાસ કરીને ગંગેશપાધ્યાયકૃત ચિંતામણિને અભ્યાસ કર્યો હતે. અભ્યાસને બધો ખર્ચ ત્યાંના શેઠ દેવચી અને તેની પત્ની જસમાદેવીએ કર્યો હતો. હરિહર્ષ ત્યાં રહીને બીજા પણ જ્યોતિષ, ગણિત, સામુદ્રિક, વ્યાકરણદિ શાસ્ત્રોમાં નિપુણતા મેળવી હતી અને પછી ત્યાંથી પિતાને ગુરુ પાસે મારવાડ ગયા હતા. દેવગિરિ સંબંધી બીજા પ્રકીર્ણ ઉલ્લેખે. આ ઉપરાંત બીજા પણ પ્રાસંગિક ઉલેખે દેવગિરિના સંબંધમાં જોવામાં આવે છે. ઉદાહરણથ– શ્રી ધર્મશેષવિરચિત કલાકાચાર્ય કથાની સં. ૧૪૭8માં ખંભાતમાં લખાયેલી એક પ્રતિના અંતમાં તેને લખાવનાર આદિનું વર્ણન કરતી ૪૮ કલાકની એક પ્રશસ્તિ છે. આ પ્રશસ્તિ પ્રેમી અભિનંદન ગ્રંથમાં તિવિ મઘરવી પૂર્વ પ્રતિ એ શીર્ષક નીચે સારાભાઈ મણિલાલ નવાબે પ્રસિદ્ધ કરી છે. (પૃ. ૫૪૬ થી પૃ. ૫૫૦ ) તેના ૯ મા તથા ૧૦ મા શ્લોકમાં જણાવ્યું છે કે દેવગિરિમાં વસતા રાજમાન્ય રાજા નામના સંઘપતિએ શત્રુંજય-ગિરનાર-આબુ-અંતરિક્ષજી-જીરાઉલા-કુપાક વગેરે તીર્થની યાત્રા કરી હતી. ચોવીશ અને તે પછીના કેમાં જણાવ્યું છે કે-“ નન નામના દેવગિરિમાં વસતા સંઘપતિએ અંતરિક્ષ વિગેરે તીર્થોની યાત્રા કરીને શત્રુંજય-ગિરના–આબુ વિગેરે તીર્થયાત્રા માટે સંઘ લઈને ચાલ્યા હતા. બધી યાત્રા કરીને સંઘ પાટણ આવ્યો હતો અને ત્યાં તપાગચ્છાધિપતિ શ્રી સોમસુંદરસૂરિને વાંઘા હતા. ત્યાં પાટણમાં જ ઉપર જણાવેલ રાજા (રાજ મલ્લ ) નામના સંઘવીની દેસાઈ નામની પત્નીએ ગુરુદેશનામાં પુસ્તક લખાવવામાં મહાન ફળ સાંભળીને સં. ૧૪૭૩ માં ખંભાતમાં પ્રતિ લખાવી હતી.” શ્રી પ્રતિષ્ઠાસોમ મુનિએ સં. ૧૫ર૪ રચેલા શ્રી સમસુંદરસૂરિનું જીવન વર્ણવતા સેમસૌભાગ્ય કાવ્યમાં જણાવ્યું છે કે સેમસુંદર સૂરિજીએ દેવકુલપાટકમાં જ્યારે શ્રી ૧ અહીંથી વિહાર કરી મારવાડમાં ગયા પછી સં. ૧૬ ૦૭ માં નાડોલાઈ ગામમાં પંડિત પદવી હીરહર્ષમુનિને ગુરુમહારાજે આપી છે. એટલે આ દેવગિરિમાં આ અભ્યાસને સમય સં. ૧૬૦૭ થી પૂર્વે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29