Book Title: Atmanand Prakash Pustak 034 Ank 11 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગ જ્ઞાનની કુંચી. પરમાત્માનું (જૈન દૃષ્ટિએ) શુદ્ધ સ્વરૂપ. (જુદા જુદા દર્શને તે માટે શું કહે છે?) ને આત્મા સર્વજ્ઞ, શાશ્વત, સ્વતંત્ર અને પરમ સુખમય હોવાનું જે મનુ ને યથાર્થ જ્ઞાન થાય છે તે મનુષ્ય અવશ્ય સુખી થાય એ નિઃશંક છે. ખરા આત્મજ્ઞાનીઓને ચિંતા કે દુઃખ ન સંભવી શકે. તેઓ સર્વ પ્રકારનાં બંધનથી મુક્ત હોય છે. આત્માનું યથાર્થ જ્ઞાન થતાં, સંસારની વાસનાઓને વિચ્છેદ થવા માંડે એટલે આત્માને સ્વયમેવ સુખની પ્રાપ્તિ થવા માંડે છે. વાસનાઓ ઘટે એટલે સુખ જરૂર વધે છે. વાસનાઓ વધે એટલે સુખની ક્ષતિ થાય છે. વાસનાઓનું પ્રાબલ્ય ખૂબ વધી જતાં સુખ નિઃશેષ થાય છે. વાસનાઓનું ઉન્મેલન થતાં પરમ સુખનો પ્રાદુર્ભાવ થાય છે. વાસના એ દુઃખ છે, વાસનાથી મુક્તિ એ સુખ છે. વાસના એ આત્માથી પર છે. આથી તેને સર્વથા ત્યાગ જ કરવો ઘટે. દુઃખ એ આત્માની વિભાવ દશા છે. દુઃખ એ આત્માને સ્વભાવ ન હોવાથી, દુઃખયુક્ત સ્થિતિ એ આત્માથી પરકીય દશા છે એમ નિશંક રીતે કહી શકાય. દુઃખ, શેક, અનુતાપ આદિ આત્માનાં ભૌતિક દ્રવ્ય સાથે મિશ્રણને કારણે પરિણમે છે. આત્મા સાથે ભૌતિક દ્રવ્યનું મિશ્રણ જ ન હોય તે પરમસુખ–વિશુદ્ધ આનંદરૂપ આત્માના સત્ય સ્વરૂપની જ પ્રાપ્તિ થાય. અમિગ્ર-નિર્ભેળ સુખ એ જ આત્માનું સત્ય સ્વરૂપ છે. એકલા શરીર કે એકલા આત્માથી દુઃખ કે ક્ષણિક આનંદનો અનુભવ કરવાનું કઈ રીતે શક્ય નથી. આનું કારણ એ છે કે શરીર એ ભૌતિક વસ્તુ હોવાથી તેમાં મનોરાનું અસ્તિત્વ કલપનાતીત થઈ પડે છે. વિશુદ્ધ સુખ અને વિશુદ્ધ આનંદ એ જ આત્માનું સત્ય સ્વરૂપ હોવાથી, આત્મા ક્ષણિક આનંદને અનુભવ કદાપિ ન કરે એ તે સહજ સમજી શકાય તેમ છે. ભૌતિક શરીરમાં દુઃખ કે ક્ષણિક આનંદને અનુભવ કરવાની કંઈ પણ શક્તિ નથી. આથી દુઃખનાં કારણે વિદ્યમાન હોય પણ ચિત્ત અન્યત્ર નિમગ્ન થયું હોય તે આનંદયુક્ત પરિસ્થિતિમાં પણ આનંદનો અનુભવ નથી થતું. દુખ અને ક્ષણિક આનંદ ભૌતિક અનુરાગથી જ પરિણમે છે. ભૌતિક અનુરાગ કમી થતાં દુઃખ અને ક્ષણિક આનંદ નામશેષ થઈ જાય. ભૌતિક અનુરક્તિ નિઃશેષ બનતાં, આત્માને પરમ સુખની પ્રાપ્તિ થાય. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28