________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિછે. આત્માની શોધમાં.
કરવા ^ લે સમન્વય ઝરદ્ધરાજ વિનયકાંત, આજે આપણે જોયેલાં દ્રશ્ય પરથી તારવણી કરી, આત્માની શોધ સાથે એને કે સંબંધ છે તે વિચારવાનું છે. પ્રથમ દ્રશ્ય મેં સ્વામીવાત્સલ્યને લાભ લેવાની જિજ્ઞાસાધારક ગ્રહસ્થ આંગણે આવેલ અને કર્મવશાત આપત્તિથી આવૃત થયેલ ગ્રહસ્થ સાથે જાણે વેપારીવૃત્તિને અને ધર્મને કંઈ જ લેવાદેવા જ ન હોય તેમ વાત કરતો અને વ્યવહાર આચરતા દ્રષ્ટિગોચર થાય છે, એ પરથી એ મહાશયનું ધર્મ પરત્વેનું જાણુપણું ઉપરછલ્લું જ છે એમ વિનાસંકોચે કહેવું જોઈએ.
એ ગ્રહસ્થના ઉદાહરણ પરથી ચાલુ સમયમાં એના સરખું જીવન એક યા બીજી રીતે જીવી રહેલા સંખ્યાબંધ ગ્રહસ્થાના કાર્યો તરફ મીટ માંડી શકાય.
બીજા અને ત્રીજા દ્રશ્યમાં તે જૈન સમાજમાં જ્ઞાન પ્રત્યે કેવી વૃત્તિ જામી છે અને અનગર સંસ્થામાં, ત્યાગ વ્રત સ્વીકાર કરી દાખલ થનાર વર્ગને માટે સમૂહ આજે શાસનની કેવા પ્રકારની સેવા બજાવી રહ્યો છે કિંવા પિતાની કીતિ-પતાકાના ઢેલ-નિશાન વગડાવી રહ્યો છે તેના સ્પષ્ટ દર્શન થાય છે.
ચોથું ચિત્ર તો જૈન સમાજ જે રીતે દ્રવ્ય ખરચી ધર્મ પ્રભાવના કર્યાને આનંદ માણે છે તેના નમૂનારૂપ છે. મારે સખેદ કહેવું પડે છે કે
એ દરેકમાં પ્રભુશ્રી મહાવીર દેવના ધર્મની કે શાસનની પ્રભાવના કરતા પિતપોતાના કાર્યોની જાહેરાત જગતમાં કેવી રીતે સત્વર પ્રસરે એ આશયથી કરાયેલ આડંબર ધમાલ અને સમજણુવિહેણી કરણને સંભાર સવિશેષ છે. આથી સહજ પ્રશ્ન ઉદ્ભવશે કે-ભલભલા વિદ્વાને, અરે સૂરિ પંગ કે કવિકુલ કિરીટે આવી લાલસામાં પડે અથવા તે ધર્મના સાચા સ્વરૂપનાં દર્શનથી સાવ પછાત હોય !
બેશક, આ બાબતમાં તેમ છે એમ કહ્યા વગર નથી ચાલતું. તેઓ જ્યાં તે આડંબર ને ધુમધામમાં ધર્મ માનતા સંભવે છે અથવા તે આ ભવ પૂરતું મળેલ ખેળીયુ તેમાં જ આત્મતત્વ સમાવી દઈ તેની વાહવાહમાં જીવન સાર્થકય અવધારી રહ્યાં લાગે છે. નગીનચંદ કે પ્રેમવિજય એ તે
For Private And Personal Use Only