________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પર્યુષણ પર્વ સંબંધી નિર્ણય અને
ચોમાસું ખંભાતમાં જ,
વૈશાખ સુદ ૧૪ ને સોમવારે, વ્યાખ્યાન પ્રસંગે, શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ વિજયવલ્લભસૂરિજી, જેમાં વડોદરાથી ટેક સમય પૂર્વે આવેલ ગૃહસ્થાની વિનંતિને અંગે વૈશાખ વદ ૩ શુક્રવારે સવારે વિહાર કરી વડોદરા તરફ જવાના હેવાથી, સંઘ તરફથી શ્રી દીપચંદ પાનાચંદ માસ્તર, શ્રી રતનલાલ, શ્રી હીરાભાઈ મગનલાલ, શ્રી ગાંડાભાઈ આદિ ગૃહસ્થોએ ઊભા થઈ, ચોમાસુ ખંભાતમાં કરવાનું નિશ્ચિત કરવા પ્રાર્થના કરતા, ઉક્ત પ્રસંગે તેઓશ્રીએ જણાવ્યું કે-સાધુ ધર્મના આચાર મુજબ ચાતુર્માસનું અત્યારથી ચેકકસ ન કહી શકાય છતાં હું આપ સર્વના આગ્રહથી એટલું જણાવ્યું કે મારી ઇરછા આ ચોમાસુ અત્રે કરવાની છે, છતાં અણધાર્યો પ્રસંગ બને તે કઈ કહી શકાય નહીં, કેમકે આખરે તે જ્ઞાનીનું દીઠું જ થાય છે. વડોદરા તરફ ચરણવિજયજીની તબિઅતને લઈ હાલ તે મેં માત્ર મહિને લગભગ ફરી આવવાને વિચાર રાખે છે, છતાં અણધાર્યા કારણોથી ધાર્યું બર નથી આવતું. પંજાબ જવા નીકળેલો હું ખંભાતમાં ભી ગયો અને જામનગર ચોમાસા નિમિત્તે ગયેલા શ્રી નેમિસૂરિજી ત્યાંથી વિહાર કરી પાછા આવે છે એ સમાચાર એ વાતની સાક્ષી પૂરે છે. એક ભાઈ કહે છે કે જ્યારે એ સર્વ આ તરફ આવે છે અને સંવત્સરી પ્રકરણને નિર્ણય થવાને છે ત્યારે આપ અહીંથી વિહાર કરે તે ઠીક નથી. એ સંબંધમાં મારે એટલું જણાવવાનું છે કે જેમના મનમાં અમુક જાતની રાગદશા ભરી છે તેમને ભલે નિર્ણય કરાવવાપણું હેય. અમારા માટે અમારા ગુરુદેએ જે માગ લીધે છે તે જ દીવા જેવું સ્પષ્ટ અને આદરણીય છે. જે ગૃહસ્થોએ નિર્ણય માટે માંગણી કરી ચોમાસા માટે ગયેલ આચાર્યોને વિહાર કરાવ્યા છે તેઓ ખરેખર નિર્ણય કરાવે છે કે અધવચ બેસી પડે છે કે કંઈ ત્રીજુ જાગે છે એ હજુ જેવાનું છે. બાકી બે પાંચમે આગળ પણ આવેલી છે. એ સારુ કેવી પરંપરા છે તેમજ વિદ્યમાન સાધુગણના ગુરુઓએ અને દાદાગુરુ શ્રી બુટેરાયજી તેમજ તેમના ગુરુ શ્રી મણિવિજયજી દાદાએ કેવી રીતે આરાધન કર્યું હતું તે હું જાહેર રીતે જણાવી ગયે છું. એ સંબંધમાં પંજાબ સંઘના ચોપડાઓનો ઉલ્લેખ પણ કરી ગયે છું. આવી ચોક્કસ સ્થિતિ આંખ સામે
For Private And Personal Use Only