________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ. આ સાલ ભાદરવા સુદ ૫ ને ક્ષય લખ્યું છે તે આપણું સકલ શ્રી સંઘમાં શાંતિ રહે અને સૌ કોઈ એક જ માર્ગે ચાલી પર્વાધિરાજનું એક સાથે આરાધન કરે તેવો માર્ગ કૃપા કરી દર્શાવશે. અનુપભાઈના પત્રના જવાબમાં તેઓશ્રીએ ફરમાવ્યું હતું કે શુદ ૫ નો ક્ષય એક જ ટીપણામાં છે, અને બાકી બીજા ટીપણુઓમાં ભાદરવા સુદ ૬ને ક્ષય છે તેથી આપણે ભાદરવા સુદ ૬ નો ક્ષય માન એગ્ય છે. ત્યારબાદ તે જ સાલમાં તેઓશ્રીને સ્વર્ગવાસ થયા પછી છાણીમાં ચાતુર્માસ રહેલા મુનિરાજ (હાલના આચાર્ય શ્રી સિદ્ધવિજયજી મહારાજની સમક્ષમાં આ પ્રકરણ રજૂ થયું. અને તેમણે નિર્ણય માટે છાણીના ભાઈઓ મારફત ભરૂચવાળા અનુપચંદભાઈ આદિ જાણકાર શ્રાવને બોલાવ્યા તે વખતે અનુપચંદભાઈએ આચાર્ય મહારાજ સાથે જે પત્રવ્યવહાર થયો હતો તે બધાની સમક્ષ કહી સંભળાવ્યો અને તેનાથી સર્વનું સમાધાન થયું અને સકલ શ્રી સંઘે ભાદરવા સુદ ૬ ને ક્ષય કર્યો. આથી આપણે સમજી શકીએ છીએ કે તેઓનું વચન તે વખતને ભાગ્યશાળી શ્રી સંઘ કેવા રૂપમાં માન્ય કરતે હતો. આ પ્રસંગની નોંધ ૧૯૫ર ના જૈન ધર્મ પ્રકાશના પુસ્તક ૧૨ માના શ્રાવણ શુદિ પુનમના અંક પાંચમામાંથી કાઢી સંભળાવી હતી અને પ્રસંગોપાત્ત જણાવ્યું હતું કે જ્યારે ૧૯૫૨ ની સાલમાં ભાદરવા શદ ૫ નો ક્ષય શ્રી સકળ જૈન સંધમાંથી કોઈએ પણ માન્ય નથી ત્યારે કેટલાક આજકાલ આ વાત પ્રસિદ્ધ કરી રહ્યા છે કે શ્રી આત્મારામજી મહારાજે ભાદરવા સુદ ૫ ને ક્ષય માન્યો હતો ! કેટલું બધું હડહડતુ જુઠાણું. જરા તે વખતના જીવતા સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંધમાંથી એકનું પણ નામ કઈ બતાવે કે અમુકે પાંચમને ક્ષય કર્યો હતો. વગેરે સમજાવી મંગલિક સંભળાવી પિતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું. ત્યારબાદ રીતિ મુજબ ભાઈ સુંદરલાલે સર્વેનો આભાર માન્ય અને શ્રી મહાવીરસ્વામી તથા જયંતિનાયક આચાર્ય મહારાજની જયદેવનિના અવાજ સાથે શ્રી સંધની સભા વિસર્જન થઈ. બપોરે ચૌટા એળે શ્રી આદિનાથના મંદિરમાં જયંતિ. નાયકની જ બનાવેલી સત્તર ભેદી પૂજા ભણાવવામાં આવી હતી.
સ્વ. જૈનાચાર્ય શ્રી આત્મારામજી મહારાજશ્રીની ખંભાતમાં
ઉજવાએલ જયંતી.
જાણીતા ગ્રહસ્થાની હાજરી. પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી મહારાજ સાહેબ ) ની જયંતી ઉજવવા એક જાહેર સભા સં. ૧૯૯૩ ના જેઠ સુદ ૮ ને બુધવારે સવારે શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં પંન્યાસજી સમુદ્રવિજયજી મહારાજના પ્રમુખપણા હેઠળ મળી હતી. શ્રી સત્યવિજયજી મહારાજે જણાવ્યું કે આ મહાત્માએ જૈન સમાજને માટે ઘણું જ સહન કરેલું છે. સંગીપણાની અમદાવાદની અંદર પૂજ્ય શ્રી બટેરાયજી મહારાજ સાહેબની પાસે બીજા લગભગ વીસ સાધુઓ કે જે દ્રઢકમતમાંથી આવ્યા હતા તેમની સાથે દીક્ષા લીધી હતી. તેઓશ્રી અનુક્રમે વિહાર કરતાં ખંભાત પધારેલા.
For Private And Personal Use Only