Book Title: Atmanand Prakash Pustak 034 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. વર્તમાન સમાચાર. છે વડોદરામાં જયંતિ ઉત્સવ. આગલે દિવસે આખા શહેરમાં આમંત્રણ પત્રિકાઓ પહોંચાડવામાં આવી હતી તેથી તમામ જનતા આ અપૂર્વ અવસરનો લાભ લેવા ઉત્સુક હતી. તા ૧૬-૬-૧૯૭૭ ની સવારના સાડાઆઠ વાગતાં ઉપાશ્રય શ્રોતાઓથી શિકાર ભરાઈ ગયું હતું. જેમાં રીટાયર્ડ દીવાન સાહેબ રા. રા. શ્રીયુત ગોવીંદભાઈ હાથીભાઈ દેસાઈ પણ હતા. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયવલ્લભસરીશ્વરજી અધ્યક્ષસ્થાને બિરાજતાં આદિજિન મંડળે મંગલાચરણનાં ગીત ગાયાં હતાં. શ્રીસંઘે ગુરૂમહારાજની વાસક્ષેપથી પૂજા કરી. ત્યારબાદ શાહ સુંદરલાલે પોતાનું વક્તવ્ય રજૂ કરતાં નીચેની હકીકત જણાવી કરી હતી. આત્મારામજી મહારાજ સાહેબ સત્યના પૂજારી હતા. તેમણે ૫. રતનચંદજી પાસે અભ્યાસ કર્યો હતો. રતનચંદજીએ તેમને મૂર્તિની નિંદા ન કરવી વિગેરે બાબતો સમજાવી હતી. ત્યારબાદ આચાર્ય શ્રી વિજયલલિતસૂરીજી મહારાજે બેલતાં જણાવ્યું કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપને બેજે વધે છે ત્યારે જનતાના પુણ્યથી કોઈ એક દિવ્ય વિભૂતિનું અવતરણ થાય છે. જેમ રાવણના અપરાધે અસહ્ય થઈ પડતાં મહારાજા દશરથને ત્યાં રામચંદ્રજીનો જન્મ થયો હતો. અને કંસના ઉત્પાતનું ઉપશમન કરવા શ્રીમદ્ કૃષ્ણ મહારાજને ઉદ્ભવ થયે હતો. ભારતવર્ષમાં સેંકડો વર્ષથી સતી પ્રથાના નામથી જે અન્યામાં ચાલતા હતા તેને નિર્મૂળ કરવા રાજા રામમોહનરાયને કાંઈ ઓછાં કષ્ટ વેઠવી પડ્યાં નથી. તેમજ જયંતિનાયકને પણ સત્ય ધર્મના પ્રચાર કાર્યમાં અનેક કષ્ટ સહન કરવા પડ્યાં છે, તે વાત તદ્દન સ્પષ્ટ છે. સંક્ષેપમાં પૂજ્યપાદનું જીવનચરિત્ર કહી તેમની ભાવભરૂતાનાં કેટલાંક દષ્ટાંત સંભળાવી પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું. ત્યારબાદ રા. રા. ગોવીંદભાઈએ ઊભા થતાં બહુ જ વિનીત ભાવથી સારા અસરકારક શબ્દોમાં જૈન ધર્મનું મહત્ત્વ દર્શાવી સ્વર્ગસ્થ શ્રીમદ્ આત્મારામજી મહારાજ જેવા મહાપુરૂષો જ જગતનું કલ્યાણ કરી શકે છે એમ સચોટ રૂપે દર્શાવ્યું હતું. તેમજ અધ્યક્ષપદે બિરાજતા પૂજ્યપાદ આચાર્ય મહારાજ પ્રત્યે અત્યંત ભક્તિભાવ દાખવતાં પિતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું હતું. તે પછી પૂજ્યપાદ આચાર્ય મહારાજે પોતાની મધુર વાણીથી ઉપદેશ કરતાં અનેક દલીલો અને દાખલાઓ આપી જૈન ધર્મની વિશાળતા અને ઉદારતા એવી તો સુંદર મનોજ્ઞ શિલીથી સ્પષ્ટ કરી હતી કે શ્રોતાઓના રામરમમાં જૈન ધર્મને માટે અપૂર્વ સદભાવ પ્રગટ થવા પામ્યો હતો. જયંતિનાયકની સર્વ માન્યતાના વિષયમાં બોલતાં શ્રીજી સાહેબે સમજાવ્યું કે આજકાલ જ્યાં ત્યાં સંવત્સરીની ચર્ચા ચાલી રહી છે, પણ કોઈ નાયક ન હોવાથી કેઈનું વચન સર્વે સમાજમાં પૂર્ણ રીતે માન્ય થતું નથી. ત્યારે મહારાજશ્રીની બાબતમાં એથી જાદા રૂપનો અનુભવ થઈ રહ્યો છે. સંવત ૧૯૫૨ માં જૈન સંપ્રદાયની પ્રખ્યાતિ પામેલા ભરૂચનિવાસી શેઠ અનુપચંદ મલકચંદે તેઓશ્રીને પત્ર લખી પુછાવ્યું હતું કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28