Book Title: Atmanand Prakash Pustak 034 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારવાડની યાત્રા-ઐતિહાસિક દ્રષ્ટિએ. ૨૫૭ ઘાણે રાવ, ઘાણેરાવમાં ૧૩ શ્રી જિનમંદિર છે. બહુ જ સુંદર અને દર્શનીય છે. ખાસ દર્શન કરવા લાયક સ્થાન છે. અહીંથી દોઢથી બે ગાઉ દૂર મુછાળા મહાવીરનું પ્રાચીન તીર્થધામ છે. ઘાણેરાવથી જંગલમાં થઈને આ તીર્થસ્થાને પહોંચાય છે. ચોતરફ સુદર ઝાડી અને પહાડી છે. વનરાજી નિહાળતા નિહાળતા અમે પરમાત્મા મહાવીર દેવની યાત્રાર્થે ગયા. શું સુંદર એકાન્ત યાત્રાધામ છે ! એકાતમાં બેસી ધ્યાન ધરવા લાયક સ્થાન છે. આમા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનું, આત્મ સાન્નિધ્યે-સાક્ષાત્કાર કરવાનું અનુપમ આદર્શ સ્થાન છે. આ તીર્થસ્થાન બે હજાર વર્ષથી પણ પ્રાચીન છે. તીર્થસ્થાન ખૂબ ચમત્કારી અને મહાત્મવાળું છે. અહીં મહાવીર પ્રભુની સુંદર મૂર્તિ છે. પ્રતિમાજી પ્રાચીન હોવાથી લેપ થયેલ છે. મુછાળા મહાવીર મૂર્તિ તે પ્રભુ મહાવીર દેવની છે. પરંતુ તે મુછાળા મહાવીર તરિકે ઓળખાય છે તેનું કારણ દંતકથાનુસાર હું નીચે આપું છું. “ એક વાર મેવાડાધિપતિ મહારાણાજી મૃગયા ખેલવા નીકળેલા ફરતા ફરતા તેઓ આ સ્થાને આવી પહોંચ્યા અને મંદિરના બહારના ઓટલા ઉપર વિશ્રાંતિ કરી. ત્યાં મંદિરના પૂજારી અતિથિસત્કારની ભાવનાથી એક કટોરીમાં કેસર ભરીને લાવ્યો અને બધાને તિલક કરવા માંડ્યા. તેમાં કટરીમાં અકસ્માત બાલ દેખાયો. બાલ જોઈ પૂજારીની બેદરકારી માટે ઠપકો આપ્યો અને હસતાં હસતાં કહ્યું કે “ તમારા દેવને દાઢી-મૂછ જણ્ય છે ! નહિ તે આ બાલ કયાંથી આવે ?” પૂજારીએ કહ્યું “ અન્નદાતા અમારા દેવ અનેક રૂપશક્તિનો ભંડાર છે. આપને જે રૂપે પ્રભુનાં દર્શન કરવા હોય તે રૂપે હું દર્શન કરાવું?” રણુજીએ કહ્યું દાઢીમૂછ સહિત પ્રભુનાં દર્શન કરાવો તો ખરા ? ત્યાર પછી પૂજારી મંદિરમાં જ ત્રણ દિવસ સુધી જાપ કરી સાધના કરી અને ત્રીજે દિવસે પૂજારીને સ્વપ્ન આવ્યું કે “તારા મહારાણાને કહેજે કે કાલે દાઢી-મૂછ સહિત પ્રભુજીનાં દર્શન થશે.” બીજે દિવસે મહારાણું મંદિરમાં પધાર્યા. અને દાઢી-મૂછ સહિત પ્રભુ પ્રતિમાજીનાં દર્શન થયાં. મહારાણા આ જોઈ ચક્તિ થઈ ગયા. તેના મનમાં અપૂર્વ શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને મેટા દેવ મહાવીર કહી દેવાધિદેવને પ્રેમ અને ભક્તિથી નમ્યા. આજે અનેક જૈનેતર પણ આ દેવને નમવા આવે છે. અહીંથી કેસરીયાજીનો સીધો રસ્તો છે. મેવાડ પ્રદેશનો અહીં સુગમ માર્ગ છે. અહીં એક સુંદર ધર્મશાળા છે. અમે તે દર્શન કરી, થોડા લેખો જોઈ પાછા ઘાણરાવ જ આવી ગયા. અહીંથી નાડલાઈ ગયા. નાડલાઈ ઘાણેરાવથી નાડલાઈ ર થી ૩ ગાઉ દૂર છે. આ નગરીનું પ્રાચીન નામ નારદપુરી છે. પહેલાં પૂરી જાહોજલાલી જોગવતું આ મહાન નગર આજે તદન સામાન્ય દશામાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28