________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળાષ્ટવજ્ઞાન પ્રકાશ.
૨૫૫ દિક નિ તેમજ જન્મ–જરાદિક કલેશથી પીડિત એવાં પ્રાણીઓને સર્જતા તે કૃપાળુની કૃપા કયાં જતી રહી? ૪.
જે પ્રાણીઓના કમનસારે તે સુખદુઃખ આપે છે એમ માને તે તે ઈશ્વર આપણ પેરે સ્વતંત્ર ઠરશે નહીં. જે કર્મજનિત જ બધી વિચિત્રતા બનતી માને તે પછી આ કલ્પિત ઈશ્વરનું પ્રયોજન શું ? ૫.
વળી ઇશ્વરની જગતસૃષ્ટિ સંબંધી છાવૃત્તિ સંબંધી કોઈએ કશે તર્ક ન જ કરે. એમ કહેતા હે તે પરીક્ષકને પરીક્ષા નહીં કરવા દેવા, જેવું આ તમારું વચન અનિષ્ટ કરશે. ૬.
સર્વ પદાર્થવિષયક જ્ઞાતાપણું (જાણપણું) એ જ જે જગતકર્તાપણું માનતા હો તે તે વાત અમને પણ સંમત છે, કેમકે અમારા જિનશાસનમાં દેહધારી સત્તા ઘાતકર્મ રહિત સર્વજ્ઞ, સમસ્ત પદાર્થોને સમસ્ત રીતે જાણતા સતા કેટલેક કાળ જગતમાં જયવંત વર્તે છે. ૭.
હે નાથ ! પૂર્વોક્ત પ્રકારે યુતિરહિત જગતસૃષ્ટિવાદ સંબંધી કદાગ્રહ તજીને જેમના ઉપર આપ પ્રસન્ન છે તે પુરુષ આપના શાસનમાં જ આનંદ માને છે. ૮.
( આ રીતે સુષ્ટિવાદ સંબંધી સંક્ષેપમાં પણ ખરી હકીકત જાણ સુજ્ઞ જનેએ પિતાની પેટી કલપનાજાળમાંથી મુક્ત થઈ સત્યના પાયા પર શ્રદ્ધા દ્રઢ કરવી જોઈએ.)
કાળસૌષ્ઠવ જ્ઞાન પ્રકાશ હે વીતરાગ ! જ્યાં થોડા જ વખતના વ્યયવડે આપના ભક્ત ફળ મેળવે છે તે એક કલિકાળ જ સારો છે, અન્ય કૃતયુગાદિકથી સર્યું. ૧.
સુષમા કાળથી દુષમા-કલિકાળમાં આપની કૃપા અધિક ફળદાયી સમજાય છે, કેમકે મેરુ પર્વત કરતાં મભૂમિ(મારવાડ)માં કલ્પવૃક્ષની સ્થિતિ અધિક રૂડી (પ્રશંસાપાત્ર) છે. ૨.
હે પ્રભુ! જે પરમ શ્રદ્ધાવાન શ્રોતા અને પુષ્ટબુદ્ધિવાળા આગમ રહસ્યના જાણ વક્તાને જેગ મળે તે કલિકાળમાં પણ આપના શાસનનું સામ્રાજ્ય સર્વત્ર પ્રસરી રહે છે. કુમારપાળ જેવા શ્રદ્ધાવાન શ્રોતા અને શ્રી હેમચંદ્રસૂરિ જેવા સમર્થ વક્તાને વેગ થતાં આ કલિકાળમાં શાસનની શોભા સર્વોત્કૃષ્ટ થયેલી હોવાથી ઉપરોકત વચન સ્વાનુભવસિદ્ધ જાણવું. ૩.
For Private And Personal Use Only