Book Title: Atmanand Prakash Pustak 034 Ank 11 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પવિત્ર જીવનનું રહસ્ય. 1] અનુ—અભ્યાસી. તમને તમારા કામકાજમાંથી વધારે અવકાશ ન મળતા હાય તા કામ કરતાં કરતાં તમને જે થોડાઘણા અવકાશ મળે તે સમય પ્રભુની ઉપાસનામાં એસી જાએ. એ માટે તમે વધારે સમય નથી બચાવી શકતા એની ચિંતા ન કરો. તમારા થાડા વખતની સાચા હૃદયથી કરેલી પ્રાર્થના માલીકના દરબારમાં તમારી પરિસ્થિતિ જોઈને સ્વીકારવામાં આવશે જ. વિશ્વાસ રાખા, પ્રભુના દરબારમાં અન્યાયને સ્થાન જ નથી. તમારી એ પ્રકારની વચ્ચે વચ્ચેની પ્રાર્થના તમારા માર્ગમાં તમને ઘણી જ સહાયતા કરશે. તમે એવું જ કાર્ય અથવા વ્યવસાય કરો જે તમારી અવસ્થા અને મનુષ્ય, મનુષ્યમાં લાલસા જ ન હાય તેા મનુષ્ય પરિપૂર્ણ અને સપૂણ્ સ્વાવલંબી અને. લાલસાના સપૂણૅ વિચ્છેદ થતાં મનુષ્ય પરમાત્મા અને. લાલસાથી મુક્ત થવું અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આત્મસાક્ષાત્કાર કરવા એ દરેક મનુષ્યનુ પરમ કર્તવ્ય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ દરેક મહાન્ ધર્માના પરમ આદેશ છે. એ આદેશનું સક્રિય આચરણ એ જીવનની સાર્થકતા છે, જીવનના મુક્તિ-મંત્ર છે. પરમાત્મા અને તેનાં સ્વરૂપના સંક્ષિપ્ત સારાંશ એ છે કેઃ— પરમાત્મા વિશ્વના કર્તા કે વ્યવસ્થાપક નથી. તે ભક્તિની વાંચ્છના કરે છે એ માન્યતા દોષપૂણું છે. પરમાત્માએ કાઈ લીલાવશાત્ વિશ્વની ઉત્પત્તિ નથી કરી. પરમાત્મા એ આત્માનું સત્કૃષ્ટ પદ છે. પરમાત્મપદ એ આત્માની સાહજિક સ શ્રેષ્ઠદશા છે. પરમાત્મા સર્વજ્ઞ, પરમ સુખમય અને પરમ પવિત્ર છે. સર્વ સત્તા, પવિત્રતા અને પરમ સુખ એ દરેક આત્માના પ્રધાન અને અભેદ્ય ગુણા છે. જે મનુષ્ય પેાતાના આત્માને જાણે છે તે પ્રભુને પણુ જાણે છે ખરા. આત્મજ્ઞાની મનુષ્ય પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકે છે. આત્માનાં સત્ય જ્ઞાનથી પરમાત્મપદની પ્રાપ્તિ શક્ય અને છે. જ્ઞાન અને સુખમય સ્થિતિથી આત્મા પરમાત્મા અને છે. સુખ, જ્ઞાન અને પવિત્રતા એ જ પરમાત્મપદ. સર્વ સત્તા, પરમ સુખ અને સ`પૂર્ણ પવિત્રતા એ જ પરમાત્મદશા. પરમ સુખી, પદ્મ પવિત્ર અને સંપૂર્ણ સર્વજ્ઞ એ જ પરમાત્મા, એવા પરમાત્માને ત્રિકરણ બુદ્ધિથી સદાકાળ વંદન હો ! (ચાલુ) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28