Book Title: Atmanand Prakash Pustak 034 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પવિત્ર જીવનનું રહસ્ય, ૨૫ સમાજની સ્થિતિ જાણી લેવી જોઈએ, દેશની આર્થિક સ્થિતિને પરિચય પ્રાપ્ત કરી લેવો જોઈએ, પોતાના કુટુંબનું પાલનપોષણ કરતાં શીખી લેવું જોઈએ, પિતાને પાડોશીઓની જરૂરીયાતેનું જ્ઞાન પ્રાપ્ત કરીને તે યથાસાય પુરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેઓએ સમયને સદુપયેગ કરતાં શીખવું જોઈએ, તથા ધર્મનું આંતરિક રહસ્ય, માનવજીવનનું વાસ્તવિક લક્ષ્ય સમ અને તેની પ્રાપ્તિના ઉપાયે મેળવીને જીવનને પૂરેપૂરૂં પવિત્ર બનાવવામાં દત્તચિત્ત થઈ જવું જોઈએ. શિક્ષિત લોકેએ પિતાના અવકાશના સમયમાં અશિક્ષિત મનુષ્યોને એવા પ્રકારનું શિક્ષણ આપવું જેના પરિણામે તેનું કલ્યાણ થાય. એ પ્રકારે જે સમય ગાળે છે તે નકામે નથી જ. તેનાથી તેઓ બન્નેનું કલ્યાણ થશે જ. સ્ત્રીઓએ પણ આ નિયમનું પાલન કરવું જોઈએ. તેઓએ પણ પુરુષના જેટલી જ સમયના સદુપયેગની ચિંતા કરવી જોઈએ. કુટુંબના સઘલા માણસ પ્રત્યે પ્રેમ, તેઓની યથાવિધિ સેવા, ગૃહસ્થીના અન્ય કાર્યો તરફ પુરૂં ધ્યાન રાખવું, સમય મળતાં જ દીન જનની યથાશકિત સેવા કરવી, ભૂખ્યાને ભજન અને નાગાને વસ્ત્ર આપવા, અતિથિ અભ્યાગતની સારી રીતે સેવા-સુશ્રષા કરવી, પાડોશીઓ તથા પ્રાણીમાત્રની સાથે પ્રેમથી વ્યવહાર કર, સશાસ્ત્રોનું પઠન-પાઠન કરવું, ધર્મના વાસ્તવિક રહસ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને તે મુજબ વર્તવું, પતિની મન-વચન-કર્મથી સેવા કરવી, શુવા કાર્યો કરવા માટે હમેશાં તૈયાર રહેવું વગેરે વગેરે સ્ત્રીઓનાં જે જે કર્તવ્ય છે તેનું સમ્યગું જ્ઞાન પ્રાપ્ત કરીને તે પ્રમાણે પોતાનું આચરણ બનાવીને પિતાનું જીવન પવિત્ર બનાવવું જોઈએ. એ સારા કાર્યોમાં તેઓએ હમેશાં સંલગ્ન રહેવું જોઈએ. એક ક્ષણ પણ નકામી ન જવી જોઈએ. માનવ જન્મ સેવા માટે જ પ્રાપ્ત થયેલો છે. જીવનની ક્ષણભંગુરતા ભૂલી જાઓ. તેની પ્રત્યેક ક્ષણ પ્રભુસેવામાં વાપરે. ખાવાપીવામાં અથવા પહેરવા-ઓઢવામાં જરા પણ ધ્યાન ન આપે. એની અંદર ઘણે સમય નકામે ચાલ્યા જાય છે. એ સમયે તમે બચાવી શકે તે તેને ઉપગ તમે પ્રભુપ્રાર્થના અથવા ઉપાસનામાં સારી રીતે કરી શકો છે એટલા માટે પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે તેણે ખાવાપીવામાં, પહેરવા-ઓઢવામાં, રહેણીકરણીમાં યથાસંભવ સાદાઈ રાખવી જોઈએ. તેને મગ બિકુલ કઠિન નથી, છતાં ઘડીભર માની લે કે કઠિન હોય તે પણ કલ્યાણની ઈચ્છા રાખનારે સંકટથી ડરવું શા માટે ? તેણે તે મુશકેલીઓની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28