Book Title: Atmanand Prakash Pustak 021 Ank 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક સંસારના છ તો. પ અવિભક્તપણું. અવિભકતપણું એ શ્રાવક સંસારનું પાંચમું તત્ત્વ છે. જે કુટુંબ સંપ અને સલાહથી વિભકત થતું નથી, તે કુટુંભ સર્વદા સુખી રહે છે અને સંસારનો નિવણ કરવાના સાધને પ્રાપ્ત કરી શકે છે. પૂર્વકાળે ઘણાં શ્રાવક કુટુંબ અવિભક્ત રહેતા હતા અને મૂળ પુરૂષના નામથી પોતાના વ્યાપારની પેઢી ચલાવતા હતા. અદ્યાપિ પણ ત્યાં કર્મની અનુકૂળતા હોય અને પુણ્યને પ્રભાવ વધતો જતે હોય ત્યાં વ્યાપારની પેઢી અવિભક્ત પણુથી પ્રવર્તે છે. અને તેમાં ધન અને પ્રતિષ્ઠાનો મહાન લાભ મળ્યા કરે છે. તે અનુભવી વિદ્વાન લખે છે કે, “શુચિ, મયદા અને અવિભક્તપણું, એ આર્ય ગૃહસ્થાશ્રમના ત છે. તેનું પ્રગટ દર્શન શુભાશુભ પ્રસંગે કુટુંબના પરસ્પર વ્યવહારમાં રહેલું છે. તેનું પ્રઢ દર્શન વર્ણવ્યવહારમાં છે, અથવા વર્ણ, જ્ઞાતિ અને ગૃહ–એ ત્રણેનું બંધારણ ઉપલા ત્રણ તાથી ભરપુર છે. શુચિપણું અને મર્યાદા એ બંને તો અવિભક્તપણાના પોષક છે. જે કુટુંબની દરેક વ્યક્તિ શુચિતાને ધારણ કરતી હોય અને ગુરૂ અને લઘુની મર્યાદા સચવાતી હોય તે તે કુટુંબનું અવિભક્ત પણું ટકી રહે છે અને તેના સર્વ પ્રકારના ઉન્નતિના સાધને આબાદ રહે છે. અવિભક્તપણે નભાવવાને કુટુંબી જનેમાં ઉચ્ચ કેળવણીની આવશ્યક્તા છે. કેળવણીના પ્રભાવથી કુટુંબીઓ સદગુણ બને છે. સદ્દગુણે જુની ખાણના હીરા જેવા છે કે જેને સરાણે ચડાવ્યાથી શ્રાવક સંસારનું ખરું કલ્યાણ થશે. આજકાલ તે કીંમતી હીરા સુધારાને પસંદ નથી, તે નવી ખાણના પાસાદાર બનાવેલા હીરા તરફ મંડલને રાગ કરાવે છે, પણ તેમાં મોટી ભૂલ થાય છે, કારણકે આર્ય શ્રાવક સ્વભાવમાં ધર્મ સાર છે અને સંસાર તે અસારજ છે. વિપરીત પ્રકૃતિ થઈ કે પ્રાણ રહે નહીં, જ્યારે શ્રાવક સંસારને જ સાર માનતા થશે, ત્યારે તે આયે શ્રાવકજ નહીં. આજકાલનો સુધારો દેહાત્મવાદી છે અને સર્વને એકવણું કરવા ઈચ્છે છે, પણ સુઘટિત બંધારણ જોતાં તેમ થવાનો સંભવ નથી. બીજી કેટલી એક પાછળથી દાખલ થયેલી કુરૂઢિઓ દૂર કરવા લાયક છે. પણ તેની સાથે કેટલીએક ઉત્તમ રૂઢિઓને નાશ થવો ન જોઈએ. એ લક્ષમાં રાખવાનું છે. કેટલાએક રીવાજે ધર્મના અપાર વિચારને અનુસરી ચાલેલા છે. તે રીવાજે ઘણાં કાળથી સાચવી રાખવામાં આવ્યા છે, તેમાં પ્રજાએ પોતાની વીરશ્રી દર્શાવી છે. આજકાલને સુધારો વિધવાની દાઝ આવ્યું છે. અણુ તેથી થવાની જે અવ્યવસ્થા અને અશુચિ તેનો વિચાર કરતું નથી. અહીં વિચાર કરવો જોઈએ કે, સ્ત્રીઓને ભોગમાં લેપ અને સ્વછંદી કરવામાં શું લાભ છે ? વિદેશી સુધારે જનમંડલને જડશક્તિની સંપત્તિ આપવા કરે છે, પણ જનમંડલે તો જીવશક્તિની સંપત્તિને શ્રેષ્ઠ માની છે. અને તે માન્યતા શ્રાવકત્વને સતેજ કરનારી અને પરમ પદને આપનારી છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28