Book Title: Atmanand Prakash Pustak 021 Ank 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક સંસારના છ તા. ૧૦૫ શ્રાવક સંસારના છ તા. ( ગતાંક પૃષ્ટ ૯૯ થી શરૂ ) શ્રાવક સંસારનું ત્રીજું તત્ત્વ ગૃહ છે. જો કે તે પુરૂષ અને સ્ત્રી બંનેથી મંડાય છે, અને તે બંનેથી ચાલે છે, તે પણ તેમાં પુરૂષનું સ્થિતિ પદ મેટું છે. તેની બુદ્ધિ અને નીતિ ઉપર ઘરની મેટાઈ તથા સુખને અવશ્ય આધાર રખાય છે, તેને નામે ગૃહ વ્યવહાર ચાલે છે. પુરૂષ ગૃહરાજ્યને રાજા છે અને સ્ત્રી રાણું છે. સ્ત્રીએ પુરૂષની ઈચ્છાને અનુસરી તેના આશ્રયમાં ઘર વ્યવસ્થાનું, બીજા ઘરો સાથે વ્યવહાર ચલાવવાનું અને પ્રજા ઉછેરવાનું કામ પતે જ કરવાનું છે અને પુરૂષના કામમાં પણ સહાયભૂત થવાનું છે. વળી દાંપત્ય પ્રેમમાં પુરૂષ મેહક અને સ્ત્રી મેહિત છે-કઠિન સાંદર્ય કોમળ સંદર્યને પોતાની તરફ ખેંચે છે, પણ કેટલાએક મંડલમાં સ્ત્રી મેહકપણે વર્તે છે અને પુરૂષ મોહિતપણે વર્તે છે અને એમ મૂળ સ્વભાવથી વિપરીત વર્તણુક કરવાથી શ્રાવક સંસારના સુખને ભંગ થઈ જાય છે, કારણ કે તેવા દાંપત્યમાં પરસ્પર નેહભાવ રહી શક્તો નથી. કેટલાએક પશ્ચિમ રીતિને પસંદ કરી કહે છે કે, સ્ત્રી પુ રૂષની બુદ્ધિ નીતિ જન્મથી સરખી છે, તેનામાં સ્વાભાવિક દેવ વિશેષ નથી, એમ કહેનારા તે પિતાના અનુભવના સત્યને પણ અસત્ય કહેનારા છે; મેહિત પણાને પણ મમત ધરીને સ્ત્રી બુદ્ધિ ઉપર પુરૂષ બુદ્ધિને અંકુશ હોય તેજ ઘર સારું ચાલે. જે ઘરમાં સ્ત્રીનું ચલણ હોય તે ઘર પોતાને યશ વધારે તે નહીં, પણ ઘણાજ ઘટાડે છે. એ અનુભવથી જોવાય છે. આજકાલ શ્રાવક સંસારમાં ઘર-સંસારની અવ્યવસ્થા થઈ પડી છે. કેટલેક સ્થળે ત્રિયારાજ્ય સભેર ચાલે છે. સ્ત્રીતત્વ આગળ પુરૂષ તવ નિર્બળ બની ગયેલું દેખાય છે. જેથી ગૃહરાજ્ય અવ્યવસ્થિતપણે ચાલે છે; માટે ગૃહતત્વની સુધારણ કરવાની આવશ્યક્તા છે. જ્યારે ગૃહતત્વની ઉત્તમ પ્રકારે સુધારણ થશે ત્યારે શ્રાવક સંસાર સારી રીતે વ્યવસ્થિત થઈ સુખકારક નીવડશે. ૪ મર્યાદા. શ્રાવકસંસારનું ચોથું તત્વ મર્યાદા છે. સ્ત્રી અને પુરૂષની વચ્ચે, માતા પિતા બને સંતાનોની વચ્ચે અને જ્યેષ્ટ તથા કનિષ્ટની વચ્ચે રહેલી મર્યાદાની શૃંખલા તુટવી ન જોઈએ. એક વિદ્વાન લખે છે કે, “મર્યાદા એ સંસારની સુઘડતા છે, સંસારના સ્વરૂપને નમુનો છે અને ઉંચી જાતના દાંપત્ય ભાવનું શુદ્ધ સ્વરૂપ છે. મર્યાદાના વિવેક વાળો વરવહુને પ્રેમ, શ્રાવક સંસારરૂપ સુંદર મહેલને પામે છે. જ્યાં સુધી એ પ્રેમ ટકી રહેવાને છે, ત્યાં સુધી એ સંસારરૂપ પ્રાસાદ અબાધિત રહેનાર છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28