Book Title: Atmanand Prakash Pustak 021 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્ત શુદ્ધિ. માણસના માત્ર બાહ્ય વતન પર નજર રાખીએ છીએ અને તેની કીંમત કરીએ છીએ. એ બાહા વર્તન ઘણી વખત ઉપર ઉપરથી સારૂં દેખાતું હોય છે અને અંદર ખરાબ વિચારે ભરેલા હોય છે. તે તે ગી વતન અમુક વખતે ખરેખર સ્વરૂપમાં તે બહાર પડ્યા વગર રહેતું નથી. કારણકે પહેલાં વિચાર અને પછી વર્તન. જેવા વિચાર તેવું વર્તન. એક માણસ વિચાર અમુક જાતના કરતા હોય અને વર્તન જુદી જાતનું રાખતું હોય તો વિચાર અને વર્તનને ભેદ ઉઘાડે પડ્યા વગર રહેતો નથી. જો કેઈને શૂરવીર બનવું હોય તો શૂરવીરતાને વિચાર કરવા જોઈએ. જો કોઈને સત્યપ્રિય બનવું હોય તે સત્યના વિચાર કરવા જોઈએ. આપણે તે આત્માનંદ પ્રાપ્તિ કરવી છે તે આપણે આત્મા પરના વિચાર કરવા જોઈએ. આટલા માટે “હું દેહ છું ” એ ભ્રમણ છેડી દેવી જોઈએ. દેહભાવના તેડી નાંખવી જોઈએ. વાસનાઓમાં રમણ કરવાનું છોડી દેવું જોઈએ. તે ભૂલમાં ભમાવે છે. તરંગમાં તણાવાનું ત્યજવું જોઈએ. તે તાણમાં તણાવાથી ધારેલે ઠેકાણે –લક્ષ્ય સ્થાને પહોંચાતું નથી. “હું આત્મા છું. અજર છું. અમર છું. અવિનાશી છું. મેં અનેક દેહ ધારણ કર્યો છે. તે ચાલ્યા ગયા છે. પણ હું તો રહ્યો છું. મેં અનેક વાસનાઓ કરી છે. તે ચાલી ગઈ છે. પણ હું તે રહ્યો છું. મેં અનેક તરંગો કર્યા છે. તે પણ ચાલ્યા ગયા છે. પણ હું તો રહ્યો છું. વિનાશી જતું રહે છે. હું અવિનાશી રહ્યો છું. અને તે પણ સદા સર્વદા. આત્મા અનંત શકિતરૂપ છે, શાંતિ રૂપ છે. તે શક્તિ અને શાંતિથી ( Power and peace) હું જગતમાં રહી પ્રભુનું કાર્ય કરીશ.” આ પ્રકારનું ધ્યાન દરરોજ સવારે, બપોરે અને રાત્રે પાંચ પાંચ મીનીટ તો કરવું જ, અને તે ઉપરાંત જ્યારે જયારે કુરસદ મળે ત્યારે કરવું. આમાં પ્રત્યે શુભ વર્તન રાખવા માટે પ્રયાસ કરવો. તે પ્રયાસમાં દેહ, વાસને અને તરંગ વિધ્વરૂપ થવા પ્રયત્ન કરશે પણ તેને દાબી દેવા. કારણ આત્માના અજેય બળ પાસે બધાના બળ નકામા છે. આ પ્રકારનો વિચાર વારંવાર કરવાથી એક વખત એ આવશે. કે વિચાર અને વર્તનની સામ્યતા થશે. - વિચાર એ લોહચુંબક સમાન છે. આપણામાં જે જાતને વિચાર હશે તેવા વિચાર આપણા તરફ ખેંચાઈને આવશે તેથી એક સારો વિચાર મનમાં રાખવાથી અનેક ગણે ફાયદો થાય છે અને એક ખરાબ વિચાર મનમાં રાખવાથી અનેક ગણું હાનિ થાય છે. જે આપણે કોધ રાખશું તો કોળી જને સાથે એકતા૨ થશે, જે આપણે વિષયી હશું તો વિષયી જનો સાથે અજાણતાં અદશ્ય રીતે પણ એકતાર થઈ જશું. આપણે જે પ્રકારના હશું તે પ્રકારના માણસો સાથે અજાણતાં અદશ્ય રીતે પણ એકતાર થઈ જશું. આપણે તે આત્માનંદ પ્રેમી થવા ઈચ્છીએ છીએ તેથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28