Book Title: Atmanand Prakash Pustak 021 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાર. શાંતિની શોધ. આજકાલ સર્વ મનુષ્ય શાંતિની પ્રબળ ઈચ્છા રાખ્યા કરે છે. શાંતિનું સ્થાન કયાં છે ? યે ઠેકાણે શાંતિનો મેળાપ થાય છે, અને શાંતિને યોગ ક્યા ઉપાયથી સંપાદન થાય છે? તેને માટે વિચક્ષણ અને સામાન્ય લોકે વિવિધ પ્રકારની શોધ કર્યા કરે છે. સર્વને શાંતિ જઈએ છીએ. શાંતિના અનુપમ સુખને સ્વાદ સર્વને લેવો ગમે છે. તેને માટે તન, મન અને ધનથી મહાન પ્રયત્ન કર્યા કરે છે, પણ એ શાંતિ રૂપ મહાદેવના દર્શન દુર્લભ થઈ પડયા છે. શોધ કરતાં પણ શાંતિનો પત્તો લાગતું નથી. શાંતિરૂપ સુધાને સ્વાદ કોઈને સ્વતઃ આવી મલતો નથી. “શાંતિ, શાંતિ” એમ પોકાર કરનારાઓને શાંતિ આવી મળતી નથી. શાંતિ કે એ પદાર્થ નથી કે જે ગજવામાં લઈ ઘરમાં લાવી મુકાય છે. તેમજ કે એવી બજારે કે દુકાને નથી કે જેમાંથી શાંતિ ખરીદ કરી લઈ શકાય છે. પ્રત્યેક ધર્મના અનુયાયીઓ શાંતિને માટે ભગીરથ પ્રયત્ન કરે છે. સર્વને શાંતિની પૂર્ણ ચાહના છે તથાપિ એ મહાદેવીની ઝાંખી કેઈને થતી નથી. કદિ થાય તો કઈ વિરલાને જ થાય છે. આ જગતમાં શાંતિને વાસ કયાં છે? શાંતિદેવીની શીતળ છાયા કેવા પ્રદેશમાં પડેલી છે? એ પ્રત્યેક ભવ્યાત્માએ જાણવાનું છે. તે શાંતિ પ્રત્યેક આત્માના અંતરંગ સ્થાનમાં રહેલી છે. શાંતિદેવીનું સુંદર મંદિર પ્રત્યેકના હદય પ્રદેશમાં રહેલું છે. જે એ મહાદેવીની ઝાંખી કરવી હોય તે પ્રથમ મનની ચંચળતા દૂર કરવી. આ જગત્ના દશ્ય વિષયોથી આકર્ષાતા એવા ચંચળ મનને અંકુશમાં શખવું. તે મનરૂપી લેહને આકર્ષનારા ચાર લોહચુંબક કહેવાય છે, અધ્યાત્મવેગી પર તેને ચંડાળ ચોકડીથી ઓળખાવે છે. જેમ કેઈ પ્રચંડ અપરાધીને ચાર રાજદૂતે પકડી લઈ જાય, તેમ મનરૂપી મહાન ચારને ચાર પદાર્થો ખેંચી જાય છે. નવીન, ઉત્તેજક, આહાદક અને વિસ્મયક–એવા તે ચાર પદાર્થોના નામ છે. તે ચાર પદાર્થો પોતાના પ્રબલ વેગથી મનને આકષી જાય છે. જ્યાંસુધી મનુષ્ય તે ચાર પદાર્થોના આવેશને રેકી શકતો નથી, ત્યાંસુધી તે મન ઉપર વિજ્ય મેળવી શકતા નથી. નહીં જીતાએલું મન કદિ પણ શાંતિદેવીના દર્શન કરવા પામતું નથી. આકર્ષક વિષય તરફ જતાં એવા મનને રોકવાથીજ શાંતિની શોધ થઈ શકશે. જે શાંતિને શોધવાની ઈચ્છા હોય તે મનને નિરોધ કરવાની જરૂર છે. જે પ્રથમથી મને નિગ્રહને શુભ હેતુ અથવા ઉદેશને લઈને અભ્યાસ પાડ હોય તે ક્રમશ: તે અંતરાત્માની આજ્ઞાને વશ રહી શકે છે અને ત્યારે જ શાંતિને પરમ લાભ પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28