________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
શ્રી આત્માન દ પ્રકાશ. ૧૩ દરેકને જીંદગીમાં મુશ્કેલીઓ કોઈને કોઈ જાતની હોય છે. પ્રત્યેક મુશ્કેલીમાં
તમારે કેવી રીતે વર્તવું છે તેને આગળથી વિચાર કરી રાખો, એટલે જ્યારે
મુશ્કેલી આવે ત્યારે ડહાપણથી વતી શકો. ૧૪ પ્રભુની પૂજા કરતી વખતે હાથ પ્રભુનું પૂજન કરે છે, ફૂલની માળા વિગેરે
પહેરાવે છે, પણ હૃદય તે પ્રભુની લગ્નીમાં લાગેલું હોવું જોઈએ, તેવી જ રીતે તમે દેહ, વાસના કે તરંગથી દુનિયાના કાર્યો, વહેવાર, ફરજ વિગેરે
બજા, પણ અંતરાત્માને તાર તે પ્રભુની સાથે જોડેલો જ રાખો. ૧૫ ચિંતાથી ઘેરાએલા રહે નહિ. સવારમાં ઉઠતી વખતે બીછાનામાં બેઠા બેઠા
ધ્યાન ધરે “આત્મા સિદ્ધ સ્વરૂપ છે. આત્મા અનંત શક્તિવાળો છે. તે
આત્મા હું છું.” એમ ચિંતવવાથી ચિંતા દૂર થશે. ૧૬ જે બાબત પર વિચાર કરે તેને પૂર્ણ રીતે વિચાર કરે, અને વિચાર કરતાં
તેને તમારા ચારિત્ર્ય બંધારણની સાથે જડી દ્યો. ૧૭ જે કાર્યને તમે ખરાબ ગણે છે તે કરવાનું બહાનું ના શેાધે. ભૂતકાળમાં
કરેલા વિચારો વર્તમાનમાં કાર્ય રૂપે પરિણામ પામે છે. ૧૮ જીવન વ્યવહારમાં પ્રત્યેક ક્ષણે એકાગ્રતા સાધે. જે કાર્ય કરતા હો તે પરથી
તે વિચારને નાસવા ન ઘો. કયું કાર્ય કરે છે તે જોવાનું નથી, પણ કેટલી
એકાગ્રતાથી તે કાર્ય કરે છે તે પર ધ્યાન રાખવાનું છે. ૧૯ અશુભ વિચારથી બંધાએલા બંધનને શુભ વિચારથી તોડી નાંખે. જ્યાં સુધી
તમે દેહ છો એમ ધારશો ત્યાં સુધી તમે દેહમાં બંધાઈ રહેશે. જ્યાં સુધી તમે વિચારથી બંધાશે ત્યાંસુધી વિચારથી મુક્ત નહી થશે. તેથી જો તમે
આત્મા છે એમ વિચારશે તે આત્મતત્વરૂપ બનશે. ૨૦ પિતાના ગુરૂદેવ, ઈષ્ટદેવ પર એકાગ્રતા કરવી અને તેમ ન ફાવે તે કઈ
સદ્ગુણપર ચિત્તને એકાગ્ર કરે. ૨૧ વિચારથી મનને સંયમમાં લાવવાથી મગજના તંતુઓ વિકસીત થાય છે અને
ભવિષ્યમાં ઉચ્ચપ્રકારનું ધ્યાન કરવા માટે ચેમ્ય બને છે. ૨૨ કઈ વિચાર હમેશાં મગજના પાછળના ભાગમાં રાખી મૂકવે. જ્યારે જી.
દગીના વહેવારમાં પડશે ત્યારે તે વિચાર ઢાલ રૂપે આવી તમને બચાવશે. ૨૩ જે પવિત્ર થવું હોય તો પ્રાત:કાળમાં પવિત્રતાપર ધ્યાન ધરે. પવિત્રતા કોને
કહેવી તે શાંત રીતે સમજે. અને શામાટે પવિત્રતા રાખી શક્તા નથી, તે
પર વિચારો. ૨૪ એક વિચાર તમારા મગજમાં આવે છે અને થોડીવાર રહીને ચાલ્યા જાય છે.
For Private And Personal Use Only