Book Title: Atmanand Prakash Pustak 021 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ શ્રી આત્માનંદ પ્રકાશ. આપણે અજાણતાં અદશ્ય રીતે પણ જુદા જુદા ભુવન પર રહેલા આત્માનંદ પ્રેમીઓની સાથે એકતાર બનેલા છીએ. જેટલે અંશે આપણે પ્રેમ એટલે અંશે જોડાણ. આપણે તેઓ સાથે જોડાવું કે તેનાથી જૂદું પડવું એ આપણુજ હાથમાં છે. એક ઉત્તમ વિચાર સતત રાખવાથી આપણે માત્ર આ દુનિયાના જુદા જુદા સ્થાનમાં રહેલા સંતજને સાથે એકતાર થઈએ છીએ એટલું જ નહિ પણ વિશ્વના અનેક ભુવન પર રહેલા આત્મપ્રેમી સંતજનો સાથે એક્તાર થઈએ છીએ. આવી ઉત્તમ તક માણસે કેમ ગુમાવતા હશે ! ! ! આપણે ઘરમાં કેવા માણસને આવવા દેવે તેનો વિચાર કરીએ છીએ, પણ આપણું મગજમાં કેવા વિચાર આવવા દેવા અને ક્યા વિચાર ન આવવા દેવા તેનો લેશ પણ વિચાર કરતા નથી. જાણે આપણાં મગજમાં તે એક ધર્મશાળાની જેમ જે આવે તેને ઉતરવાની છુટ હોય છે તેમ જે વિચાર આપણું મગજમાં દાખલ થાય તેને રહેવાની છુટ આપીયે છીયે. આમ કરવાથી આપણી ચિત્ત શકિતનો નકામે વ્યય થાય છે, ચિત્ત શકિતની હાનિ થાય છે અને જરા પણ ચિત્ત શુદ્ધિ થતી નથી. જેમ ઘરમાં માત્ર આપણી પસંદગીના માણસોને આવવા જવા દઈએ છીએ અને તે સિવાયનો બીજે કઈ આવે છે તે તેને ઘરની બહાર રાખીએ છીએ તેમજ આપણે આપણું પસંદગીના અને આત્માનંદ પ્રાપ્તિના વિચારોને આવવા જવા દેવા જોઈએ અને બીજા આવે તો ધક્કો મારીને દૂર કાઢવા જોઈએ. અમુકજ વિચાર આવવાથી મગજના પરમાણુઓ સૂવમતર બનશે અને મગજ દૈવી પ્રવાહ ઝીલવાને ચોગ્ય બનશે. આપણે અમુકજ વિચાર નથી રાખી શકતા તેનું કારણ માત્ર એટલું જ છે કે આપણામાં દોષ દષ્ટિ છે. આપણે બીજાઓમાં શા દોષ રહેલા છે તે જોઈએ છીએ. પણ તેનામાં શા સદ્દગુણ રહેલા છે તે જોતા નથી. દરેક માણસમાં અમુક દોષ પણ હોય છે અને અમુક સદ્દગુણ પણ હોય છે. આપણે તે તેના સદ્દગુણ પર નજર રાખવાની છેગુણષ્ટિ રાખવાની છે. ગુણગ્રાહક થવાની જરૂર છે. કારણ દેવ વિનાશી છે. આ જમે કે પછીને જમે પોતાની ભૂલ સમજાતાં કે જીવનમાં કઈ કડવો અનુભવ થતાં તે માણસ પોતાના દોષ દૂર કરશે. સદ્દગુણ અવિનાશી છે. તે જન્મોજન્મ રહેવાના. તે માટે જ કહેવામાં આવ્યું છે કે “પાપીને ધિક્કારે નહિ, તેની સાથે સહાનુભૂતિ રાખે, તેની દયા આણે. માત્ર તેનામાં રહેલા પાપથી અલગ રોડ. તે પાપથી દૂર થવામાં તેને સહાય કરો. તે પાપી છે તેમ વિચાર કરી પાપથી મુક્ત થવાને તેને માર્ગ કઠણ ન બનાવે. પણ તમારી શુભેચ્છા મોકલી તેને માર્ગ સરલ બનાવે. અત્યારે આપણે ગુણ દોષદષ્ટિ–સંયુક્ત દષ્ટિવાળા–છીએ. હવે આપણે માત્ર ગુણદષ્ટિવાળા બનવા પ્રયાસ કરવો જોઈએ. જે વખતે આપણે ગુણદષ્ટિવાળા બનીએ છીએ ત્યારે ઈશ્વરી શક્તિ આપ દ્વારા વહે છે અને જ્યાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28