________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ત શુદ્ધિ.
૧૧૩ જ્યાં આપણે જઈએ છીએ ત્યાં ત્યાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ સાથે લેતાં જઈએ છીએ. આપણને ઈશ્વર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તે જ્ઞાનવડે ઈશ્વરી જના સમજી પૃથ્વી પર પ્રભુનું કાર્ય બજાવવાને અશક્ત થઈએ છીએ.
નીચેની બાબતો પર વિચાર કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે. ૧ મનનો સંયમ, મનમાં અમુક પ્રકારના વિચાર આવવા દેવા, વિચારની શી
અસર થશે તેની પૂરતી સમજ, અને પિતાને દુનિયા સાથે સંબંધ. ૨ સંયમ, ધ્યાન અને ચારિત્ર્ય રચના–આ ત્રિપુટીના સંગથી આત્મદર્શનની
પ્રાપ્તિના માર્ગ પર પડાશે. ૩ પિતામાં કયા વિચાર ક્યારે ક્યારે આવે છે અને શા માટે આવે છે તેનું બા
રીક નિરીક્ષણ કરવું. ૪ વિચારેની પસંદગી કરી રાખવી. ૫ પિતાની ઈચ્છાનુસાર વિચાર લાવવા અને વિચાર અટકાવવા આ પ્રયોગ
વારંવાર કરવો. દ જે સમયે જે કાર્ય કરતા હોઈએ તેમાં પૂરતું ધ્યાન રાખવું. તે કાર્ય પૂરું થયું
કે પછી તેને જરાપણ સંભારવું નહિં. નહિ તે દરિયા કિનારે બાંધેલા હેડ. કાના અથડામણ જેવી સ્થિતિ થાય છે. ૭ દઢતાથી અને પદ્ધતિસર વિચાર કરવાની ટેવ પાડવી. એક પળભર અમુક
બાબત પર વિચાર અને બીજી પળે બીજી જાતને વિચાર તેમ થવા ન દેવું. નકામા વિચારે કરવામાં ચિત્ત શક્તિને વ્યય ન કરે. ૮ હેતુ પૂર્વક વિચાર કરો. ૯ સારા સારા વિચારે વારંવાર લાવવાથી સારા સારા વિચારોને પ્રવાહ વહેશે.
અને ખરાબ વિચારો ધીમે ધીમે ખરી પડશે–આવતા બંધ થશે. ૧૦ વિચારથી માણસ રક્ષણ કરી શકે તેમજ મારી શકે. વિચારને સંયમ કરતાં
શીખે તેને આ સિદ્ધિ મળે છે. રક્ષણ કરે તે દેવી માર્ગ પર જાય છે. મારે તે
આસુરી માર્ગ પર જાય છે. ૧૧ સદ્વર્તનથી વિચાર આવતા નથી, પણ વિચારથી સદ્દવર્તન આવે છે.
જેવા વિચાર તેવું વર્તન. ૧૨ સંયમ કરવા જતાં વિચારની શ્રેણી ત્રુટી જાય તે પણ ગભરાતાં નહિ. નાસી
ગએલા વિચારને પકડી પકડીને તેની તેજ જગ્યાએ લાવવો અને બીજા આ. વેલા ખરાબ વિચારને દૂર કરો. શરૂઆતમાં મુશ્કેલી લાગશે. પણ વારંવાર તેમ કરવાથી ટેવ પડશે. ટેવ પડતાં મુશ્કેલી હેલી બનશે.
For Private And Personal Use Only