________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
શ્રી જૈન આત્માન પ્રકાશ.
છે, સંપત્તિના સાધન વડે માર્ગ ખુલ્લે બને છે અને પ્રેમની તિમાં અંતરા. ત્મા અને પરમાત્માની ઐક્યતા પ્રકટ થાય છે.
સંયમ કરે એટલે ચિત્તમાં અમુક વિચારોને પ્રવેશ કરવા દેવા અને અમુક વિચારોને પ્રવેશ કરવા ન દેવા. આપણું પસંદગીના વિચારો આવવા જોઈએ; બાકીના ચાલ્યા જવા જોઈએ. ચિત્તને સંયમમાં રાખવું જોઈએ એમ કહેવું સહેલું છે, લખવું સહેલું છે, તેના વિશેની વાત કરવી સહેલી છે પણ સંયમમાં રાખતાં કેટલી મુશ્કેલીઓ નડે છે, કેટલું આંતયુદ્ધ કરવું પડે છે, કેટલા અંતરાય આવે છે તેને ખરેખર ખ્યાલ તો જે ચિત્તને સંયમમાં આણવા માટે એગ્ય રીતે પ્રયત્નશીલ થએલા છે તેઓને હોય છે. ચિત્ત ચંચળ છે, વાંદરા જેવું છે, મૃગ જેવું છે, પવનને દાબમાં રાખવા જેવું દુષ્કર છે. એ ચિત્તને અંકુશમાં આણવું એ બહુ મુશ્કેલ છે, એ કડવી ફરિયાદ પ્રત્યેક શિષ્ય પોતાના ગુરૂને કરેલી છે, કરે છે અને કરશે. તેમજ ગુરૂએ મનમાતંગને વશ કર્યા સિવાય આત્માનંદ પ્રાપ્તિનો માર્ગ કદી ખુલે થતો નથી માટે કોઈપણ ઉપાયે કરીને ચિત્તને વશ કરવું જ જોઈએ, એમ પિતાના શિષ્યને કહ્યું છે, કહે છે અને કહેશે.
કેઈપણ પ્રકારને વિચાર કરવાથી ત્રણ સ્થળે અસર થાય છે. એક તે વિચારે કરનારના પર અસર થાય છે. બીજું જે માણસ માટે વિચાર કરીએ છીએ તેના પર અસર થાય છે. ત્રીજું દુનિયાના વાતાવરણ પર અસર થાય છે. જે શુભ વિ. ચાર કરીએ છીએ તો ત્રણે સ્થળે શુભ અસર થાય છે અને જે અશુભ વિચાર કરીએ છીએ તે અશુભ અસર થાય છે. વિચાર કરવામાં કેટલી ગંભીર જવાબદારી રહેલી છે તેને જે ખરેખરે ખ્યાલ આપણે લાવતા હોઈએ તે કયા વિચાર કરવા અને કયા વિચાર ન કરવા તે આપણે ધ્યાનમાં રાખીએ. વિચાર શકિતરૂપી કીંમતી બક્ષીસ મનુષ્યને પ્રાપ્ત થઈ છે, તે શકિતવડે તે દુનિયાનો ઉદ્ધારક બની શકે તેમ છે. તેમજ તે દેવી સંપત્તિના પક્ષને વીર બની શકે તેમ છે, તેમજ તે આસુરી સંપત્તિના પક્ષના જુમી લડવૈયા બની શકે તેમ છે. હું અમુક વિચાર કરે છે તેની આ અસર થશે અને આટલે ઠેકાણે તેની અસર થશે અને તે અસરને લઈને બીજાઓ પણ તેવા વિચાર કરી તેની તેવા જ પ્રકારની અસર બીજાઓ પર કરશે અને એ બધી જવાબદારી મારે શીર છે એમ જે માણસ ખાત્રીપૂર્વક સમજતો હોય–માત્ર હેઠથી માનતા હોય તેમ નહિ-તે ચિત્ત સંયમ કરવા પર માણસ દઢતાથી વળગી રહે અને તેની સિદ્ધિ થાય ત્યાંસુધી તે પિતાના અસ્ત્ર પાછા હેઠા ન મૂકે.
માણસ જે વિચાર કરે છે તે તે બને છે. જે તે સારા વિચાર કરે છે તે તે સારો થાય છે અને જે ખરાબ વિચાર કરે છે તો તે ખરાબ થાય છે. આપણે
For Private And Personal Use Only