________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ત શુદ્ધિ.
૧૦૯
પિતાના સઘળા હકે સ્વામીને અર્પણ કરી દે છે. આ બધે પ્રભાવ ઉત્તમ વર્ત. બુકના તત્વનો છે. હમણુની સ્થિતિ વિપરીત ભાવને પામી છે. કોઈ ખાવા લઈ
કરીને પરણાવે છે, ઘરડાને, કુરાગીને લાલચથી કન્યાદાન કરે છે. કોઈ સામા આપનારની છોકરી સાથે છોકરાને પરણાવે છે. જ્યાં કુલીનતાનું બલ છે, ત્યાં કહીં કહીં કજોડા છે. કેટલા એક ઘેર એકથી વધારે વધુ હોય છે, ત્યાં શેકોનાં કલહ હોય છે; સાસુ નણંદ અને વહુ વારૂના અણબનાવ અને સાપન્ય ભાવના અનેક ટંટા હોય છે. આ બધે પ્રચાર સારી વર્તણુકના તત્વના અભાવને છે. આથી શ્રાવક સંસાર અધમ દશામાં આવી ગયા છે. જ્યારે વર્તણુકના તત્વમાં ઉત્તમ પ્રકાઅને સુધારે થશે, ત્યારે શ્રાવક સંસાર પોતાના શુદ્ધ સ્વરૂપને સંપાદન કરી શકશે.
એવી રીતે શ્રાવક સંસારના છ તો ગણેલા છે. એ છ તની જ ઉત્તમ પ્રકારે સુધારણ કરવામાં આવે તો શ્રાવક સંસારનું ગૃહરાજ્ય સ્વસ્થતાથી, ચાલતા બંધારણથી, પરંપરાની રહેણી કરણથી અને પરલોકના સુખની આશાથી શાંતિના ઉંચા સુખને સંપાદન કરવાને સમર્થ થઈ શકે છે. એક આર્ય શ્રાવક પોતાના ગૃહાવાસને માટે આ પ્રમાણે લખે છે –આનંદ યુક્ત ઘર, સદ્દબુદ્ધિવાલા સંતાનો, કેળવાએલી સુશીલ કાંતા, સારા સગાંઓ અને મિત્રોને જેગ, સંતોષવાલો ધન વૈભવ, દાંપત્ય પ્રેમ, આજ્ઞા તત્પર સેવકે, મિષ્ટાન્ન પાનને ભેગ, દ્વાદશત્રતનું પાલન, ત્રિકાલ જિનપૂજા અને સાધુજનને સમાગમ જ્યાં હોય છે, તે ગૃહાવાસને ધન્ય છે. એવો ગૃહસ્થાવાસ આ છ તની સુધારણાથી પ્રાપ્ત થાય છે. V.
આત્માનંદ પ્રાપ્તિનો માર્ગ.
ચિત્ત શુદ્ધિ.
લેખક-શિષ્ય.
(ગતાંક પુષ્ટ ૭૨ થી ચાલુ) આત્માનંદ પ્રાપ્તિના માર્ગ પરના મુસાફરી મુસાફરી દરમ્યાન જે ત્રણ પ્રકારની તૈયારી કરવાની જરૂર છે, તેમાંથી બે તૈયારી-દેહશુદ્ધિ અને વાસના શુદ્ધિ-વષે વાત કરી ગયા. હવે આપણે ચિત્તશુદ્ધિની બાબત વિષે વિચાર કરશું. ચિત્તશુદ્ધિ એ અત્યંત અગત્યની બાબત છે. પરંતુ જ્યાં સુધી સંયમ કરવાની ઈચ્છા ન થાય ત્યાંસુધી શુદ્ધિ થતી નથી. સંયમ કરવાની ઈછા ત્યારે જ થાય છે કે જ્યારે આ ત્માનંદ પ્રાપ્તિની ખરેખરી ધૂન લાગે છે. અને તે ધન ત્યારેજ લાગે છે કે જ્યારે એહિક બાબતે સુખ આપતી નથી, કંટાળે આપે છે, તેમાંથી મજા જતી રહે છે, નશ્વર છે એમ સમજાય છે, જન્મ મરણના ચક સાથે બાંધી રાખનારી છે. આ સર્વ વિવેક દીપકના પ્રકાશમાં સમજાય છે, વૈરાગ્યની વેદી પર ચડતાં અનુભવાય
For Private And Personal Use Only