Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. વાલ હશે, આ વૃત્તાંત પ્રકટ કરવાને ઉદ્દેશ ખરતર તપાની ચર્ચાને જાગૃત કરવાને કે ઉત્તેજન આપવાને છેજ નહિં. આ લેખકની વૃત્તિ એવા વિષયે તરફ સર્વથા ઉદાસીનજ રહે છે. ફક્ત એતિહાસિક દષ્ટિએજ-જૈન ધર્મ અને સાહિત્યને ઈતિહાસ ઘણે ભાગે હજુ સુધી અંધારામાં છુપાયેલું છે તે પ્રકાશમાં આવે અને ઇરેક ગચ્છમાં સમુદાયમાં કેવા કેવા વિદ્વાન અને સાધુ પુરૂ થઈ ગયા છે તેમજ તેમણે પિતાના ધર્મ, સાહિત્ય અને સમુદાયની વૃદ્ધિ-ઉન્નતિ માટે કેવા કેવા પ્રયત્ન કર્યા છે તે જનસમાજની સન્મુખ પ્રકટ કરવાની સરલ અને શુભ ઈચ્છાથીજ આ વૃત્તાંત પ્રકાશમાં મૂકાય છે; તેમજ ભવિષ્યમાં પણ આવી કેટલીક હકીકતો મુકાશે. આથી કેઈએ, અમુક સમુદાય યા ગચ્છની લાગણી દુખાવવા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યું છે એમ માનવાની ભૂલ નહિ કરવી જોઈએ. આગળના વખતમાં દરેક ગચ્છ અને સમુદાયમાં પરસ્પર હમેશાં આવી ચર્ચાઓ થતી હતી અને તેમાં એક બીજાને પરાજીત કરવાની સતત પ્રવૃતિ સેવવામાં આવતી હતી. તેથી જેમ આ વૃત્તાંતમાં જે વ્યકિતની પ્રશંસા કરવામાં આવી છે અને જે ગછ યા સ મુદાયને ઉત્કર્ષ દેખાડવામાં આવ્યો છે તેમ બીજા વૃત્તાંતમાં એની વિરૂદ્ધ પણ એવાજ રૂપે લખવાની પૂરેપૂરી કોશીશ કરવામાં આવી છે માટે જેમની પાસે આવી હકીકતો હોય તેમણે પણ તેમને આવી રીતે બહાર પાડવાની સૂચના છે. , માત્ર એટલું ધ્યાનમાં રહેવું જોઈએ કે તે હકીકત સભ્યતા ભરેલી અને પ્રમાણિક હેવી જોઈએ. પરસ્પર વિરૂદ્ધ એવી હકીકતે પ્રકટ થવાથી તટસ્થ વિદ્વાનો તેમાંથી સરલતા પૂર્વક સત્ય તત્વ શેધી શકે છે, અને તેના દ્વારા ભવિષ્યમાં જ્યારે જૈન ધર્મને ક્રમિક અને તાત્વિક ઈતિહાસ લખવાનો પ્રસંગ આવશે ત્યારે તેમાં તેની કિંમત ઘણી ઉંચી અંકાશે. મલબાર હિલ, } મુંબઇ. મુનિ જિનવિજયજી. * ઉદાહરણ તરીકે–ખરતર ગછીય સમયસુંદરપાધ્યાયજીના રચેલા સમાચાર શતક નામના ગ્રંથમાં, સં૦૧૬૧૭ માં પાટણમાં થએલા એક પ્રમાણપત્રની નકલ આપવામાં આવી છે, જેમાં એવી હકીકત છે કે અભયદેવસૂરિ ખરતર છમાં થએલા છે એ વાત પાટણના ૮૪ ગોવાળા માને છે અને તે પત્ર ઉપર દરેક ગચ્છના યતિએ પિતાની સહી કરી છે. એ પ્રમાણપત્ર છે તે સાચું-ખોટું નથી પરંતુ તે શી રીતે લખી આપવામાં–લખાઈ લેવામાં આવ્યું છે તેની કાંઈ હકીકત આજસુધી જાણવામાં આવી નહોતી પરંતુ આ વૃત્તાંતમાં તે સંબંધી સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો છે જેથી એ પ્રમાણપત્રનું રહસ્ય ઝટ સમજાઈ જાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28