________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસક્તિ રહિત કર્યા
ઉપર છે. અર્થાત તેના મનમાં એમજ રમ્યા કરતું હોય છે કે “હવે ઝટ પાંચનો ટકોરે થાય તે આપણું દનીયું પુરૂં થાય અને આઠ આના કે રૂપી એ આપણા ખાતે જમા બાજુ ઉપર ચઢી જાય.” તેમની નજર હરતા ફરતા ઘડીઆળના કાંટા ઉપર છે, જેથી રખેને છુટવાના ટાઈમ કરતાં એકપણ મીનીટ વધુ વીતી ન જાય તેમનું અંતઃકરણ રેજના પૈસા અને છુટી મળવાનું સુચવતા ઘડીઆળના ટકેરા ઉપર જામેલું રહે છે. કામને તેઓ વેઠ ગણે છે. પ્રભુએ માથે નાખેલી આફત ગણે છે. અને છુટી મળતા તેમનું હદય કમળ સોળે કળાએ વિકસે છે. બીજા પ્રકારના મનુષ્ય એવા જણાશે કે જેઓ અલબત પિતાના કાર્યને પિતાના નિર્વાહનું સાધન ગણે છે, છનાં તેના કામમાં તેને એટલો બધો રસ હોય છે કે કામ દરમ્યાન તે પૈસાને ખાતર કામ કરે છે તે હકીકત ભૂલી જાય છે. પિતાને અમુક કલાક કામ કરવાનું હોય છે તેનું પણ તેને વિસ્મરણ થાય છે. અને પોતાનું કામ બને તેટલું સારી રીતે, સુંદર અને સંતોષકારક થાય તેવી વૃતિથી કાળની ગતિના ભાન વિના, ઘસડાયે જાય છે. કામના રસમાંને રસમાં સાંઝ પડી જાય છતાં પણ તેને ખબર પડતી નથી.
આ બે પ્રકારના મનુષ્યમાંથી પ્રિય વાચક ! તમે કોને પસંદ કરે છે ? ઘડીઆળના કાંટા ઉપર ઓળો કેરયા કરનાર પ્રથમ પ્રકારના મનુષ્યને કે કામમાં રસ સમજી કામને ખાતર કામ કરનાર બીજા પ્રકારના મનુષ્યને ? અમને ખાત્રી છે કે આટલા વાંચન પછી આપ બીજા પ્રકારના મનુષ્યની હદય સ્થિતિની ઉચ્ચતરતા સમજતા શીખ્યા છે.
ઉપરોકત બીજા પ્રકારના અનેક મનુષ્ય વર્તમાનમાં છે. તેઓ ખરેખર આસકિત રહિત કર્મના એક સ્વરૂપને પોતાના જીવનમાં પરિચય આપે છે. વિશ્વનું સારામાં સારું કામ તેમના વડેજ થાય છે કે જેઓ પિતાના કાર્યમાં રસ લે છે. માત્ર રેજી કે પગાર કમાવાના ઈરાદાથી પિતાના નિત્યના કાર્યની ગતિ સેંસરા જેઓ નિકળે છે તેઓ કશું જ જીવવા જેવું કાર્ય કરી શકતાં નથી. વિશ્વના મોટામાં મોટા કુશળ ચિત્રકારે, અદ્દભૂત કાવ્યની સુધા-સરિતા વહેવરાવનારા પ્રતિભા સંપન્ન કવિઓ, જગતને હાસ્ય, રૂદન, શોક આદિ રસ-ભામાં નિમજજન કરાવનાર મહાન નવલકથાકાર, પોતાની સ્વર-લહરી વડે સજીવ સૃષ્ટિને તાનના હિ દેલ ઉપર ચઢાવનારા ગાયકો એ બધા કંઈ પિતાના કાર્યને વેઠ કે આફતરૂપે ગણતા નથી. પરંતુ તેમને તેમાં રસ રહેલો છે માટે તેઓ તેવા અદ્દભૂત કાર્યો કરી શકે છે. તેઓ પિતાના આત્મામાં
For Private And Personal Use Only