Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. મનુષ્ય કયાંથી લઈ શકે ? અનાસક્ત મહાત્મા જનસમુદાય વડે ઉભરાના રસ્તા એમાં જાય છે અને ત્યાં અસ ખ્ય મનુની હિલચાલ ચલનવલન અને વિવિધ પ્રવૃત્તિઓ નિહાળે છે, અને તે બધાને તે પિતાના મક વિભાગ રૂપે ગણે છે. સમુદાયની પ્રવૃતિ, તેમની પ્રવૃતિને વિકાસ, તેમની ગતિ આગતિએ એ બધાને તે પિતાનું અને પિતામાંજ ગણે છે, અને તેમાંથી અદ્દભૂત સુખ મેળવે છે. આ મહાન ઉથલપાથલ કે ધમાલથી તે ડરતો નથી અથવા તો આ બની જતો નથી. કેમકે તે મહાન પ્રવૃતિ અને પ્રચંડ આંદોલનોના મૂળમાં રહેલે દૈવી સંકેત તે જોઈ શકતે હોય છે, તે પ્રવૃતિના એક પ્રદેશમાંથી અન્ય પ્રદેશમાં જાય છે, અને ત્યાં પણ તેજ મહાન ઉથલ ધડે થયા કરતે જુએ છે. પરંતુ એ બધામાં કઈ અદશ્ય હાથ કરી રહેલ તેને માલુમ પડે છે. તે પિતાની પ્રકૃતિને અનુસરતું કામ શોધી લઈ તેને અતિ આનંદથી કરવા લાગી પડે છે. અને તે કાર્ય દ્વારા પિતાના અંતગત સેંદર્ય અને હદયની ભાવનાને બાહ્ય પ્રદેશમાં લાવે છે. આવી ભાવનાથી તેનું બધું કાર્ય થતું હાઇને તે કાર્ય તેના વડે જે સારામાં સારૂં થવા ગ્ય હોય તેવું જ થાય છે, અને તેના કાર્યના પરિણામનું શું? તેના સારા કાર્ય માટે લોકો તરફથી તેને મળવી જોઈતી વાહ વાહનું શું? તેની તેને કશીજ દરકાર હોતી નથી. જે આનંદથી એક કામ તેણે પુરૂં કર્યું હોય છે તે જ આનંદ પૂર્વક વળી તે બીજા નવા કાર્યમાં જાય છે. કશામાં તે લુબ્ધ થયે હોતો નથી. તે સર્વદા સર્વથી મુક્તજ રહે છે. કશામાં તે ભરાઈ પડતો નથી, આવો મનુષ્ય પિતાના કાર્યમાંથી આનંદ મેળવે છે. જેઓ આસક્તિ રહિત કર્મનું રહસ્ય સમજ્યા હોય છે. તેઓના ચારિત્ર્યમાં ગુમાન કે આડંબને એક અંશ પણ હોતો નથી. બાહ્ય દેખાવ અને ઉપરનો ડામાડેળ તેને બહુજ છોકરવાદી ભરેલો અને હસવા સરખો જણાય છે. દુનિયાને બતાવવા માટે તે કશું જ કરતો નથી. લોકેની વાહવાહમાં તેને મુદ્દલ રસ હોતું નથી. તેની બધી હાજતે, આવશ્યકતાઓ અને જીંદગી ની જરૂરીઆતો એની મેળેજ પુરી પડી જાય છે. તે સાથે અમારે એ પણ કહેવું જોઈએ કે તેની જરૂરીઆ બહુજ ઓછી અને સાદી હોય છે. તેની રૂચિઓ સ્વાભાવિક અને સહજે પુરી થાય તેવી હોય છે. તે બહુજ જીજ માંગે છે, જો કે તે જુજ બહુ વિશુદ્ધ, ઉત્તમ કટીનું અને સુંદર હોવું જોઈએ. તે પિતાની દેહને અને જીવનને નિભાવવાની સાગ્રી હવા, જળ અને માટીમાંથી મેળવી લે છે. તેમ સ્વાભાવિક રીતે, સરલતાથી અને સાદાઈથી મેળવી લે છે. તેઓ જેમ સુખના માટે દોડાદોડ કરી મુકતા નથી તેમ પૈસાની પાછળ પણ દેટ મુકતા નથી. અને તેમ છતાં સુખ તેની મેળે તેમને આવીને ભેટે છે તથા નિર્વાડના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28