Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આસકિત રહિત કર્મ અને ટૂંકામાં દુનીઆમાં જે કાંઈ આનંદરૂપ, સુખદાયક તૃપ્તિકારક છે તેને એકદમ બહિષ્કાર કરી દેવો જોઈએ. આ પ્રકારની માન્યતા તદ્દન ખોટી છે, અને વસ્તુ સ્વરૂપની વિપરિત સમજણમાંથી એવી ભ્રાંતિ ઉદ્દભવે છે. આહકિત રહિત કર્મનું સ્વરૂપ સમજનારને આનંદ અને સુખ ઘટવાને બદલે ઉલટ ઉલટ હજારગણું વધે છે. તે આત્મા પ્રત્યેક સ્થળેથી આનંદ અને તૃપ્તિજ લઈ શકે છે. આ વિશ્વ તેને આનંદમાંથી ઉપજેલું, આનંદમાંજ વિહરતુ, અને આનંદની પૂર્ણતા ભણી જ ગતિ કરતું ભાસે છે. તે વિગ્રહના સ્થાને લીલા જુએ છે. પ્રત્યેક સુખદાયક કે દુખદાયક ભાસતી ઘટનામાં તે કઈ મહાન યોજના પૂર્ણ થવાના ક્રમ ઉપર ગતિ કરતી જુએ છે. તેના મનથી બધું ઠીક જ થાય છે, યોગ્ય જ થાય છે, જે કાંઈ સારામાં સારૂં થવા યોગ્ય છે તે જ થાય છે, એવી અંતત, દટ્ટ, બદ્ધમૂળ શ્રદ્ધા હોય છે. પ્લેગ, દુષ્કાળ, વિગ્રહ, મડામારી એ બધામાં એક જ શ્રેયસ્કર સંકેત, તેના આંતર ચક્ષુઓ સમક્ષ ઉપસ્થિત હોય છે. અનાસકત યોગી અને પ્રાકૃત મનુષ્ય પ્રાણીમાં એક મહાન ભેદ એ હોય છે કે જ્યારે પ્રાકૃત મનુષ્ય પોતાના સુખને આધાર અમુક વસ્તુઓ અને પ્રાણી પદાર્થો ઉપર હોવાનું માનતે હોય છે, ત્યારે મુકત આમા, અથવા અખંધ પરિણામે વિહરનાર ગીજનોના હૃદયમાં, એટલો સાક્ષાત્કાર અત્યંત સુઠ્ઠ હોય છે કે તેમનું સુખ કઈ ભાદ્ય પદાર્થ વિશેષમાં અથવા પ્રાણી પદાર્થ ઉપર નથી, પરંતુ સુખ અંતરમાં રહેલું છે અને બહાર શોધવાથી તે કદી મળે તેમ નથી. આથી તે મહાજને વિપરિત ભાસતા સંગ પરિસ્થિતિઓ અને અનિષ્ટતાઓને પિતાના હદયબળથી અનુકુળ બનાવી શકે છે. જ્યાં પામર મનુષ્ય દુખ, ત્રાસ, કષ્ટ, અસં. તેષ કલેશ આદિનું નિમિત્ત જુએ છે, ત્યાં બળવાન આત્માઓ અરૂચિકર પરિવેશમાં રહેલું, મંગળ વિધાન અને કલ્યાણકર સંકેતનું દર્શન કરે છે. અંતરની સુખમય કે દુખમય અવસ્થાને આધાર સંગોના સુખદાયકપણુ કે દુખદાયકપણા ઉપર નથી, પરંતુ તેવા સંગ પ્રત્યેના આપણું વલણ Attitude) ઉપર છે. આપણા હૃદય કેણ (Angle of vision) ઉપર તે ભાવનાનું સ્વરૂપ અવલબીને રહે છે. આથી જ જૈન શાસ્ત્રકારે વેદનીય કર્મને “અધાતીકમ ” ની કેટીમાં ગયું છે, અને તે પ્રકારે વિશ્વને ઉપદેશ્ય છે કે શાતા વેદનીય કે અશાતા વેદનીય નામથી ઓળખાતા કામક સંગોમાં, આપણા સ્વરૂપનો ઘાત કરવાનું, અર્થાત આપણુ ઈચ્છા વિરૂદ્ધ આપણા ઉપર અસર કરવાનું, કઈ પ્રકારનું સ્વભાવગત સામર્થ્ય (in herent power ) નથી. સંયોગના સુખદાયકપણું કે દુ:ખદાયકપણાને આધાર મિહનીય કર્મની શૈણુતા કે બહુલતા ઉપર રહેલે છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28