________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનદ પ્રકાશ આનંદ લેતા નથી તેમ અનાસકત પુરૂષે દુનીઆ જે પારિતોષિક તેમને આપી શકે તેમ છે તેમાં કશો રસ માનતા નથી. તેઓ એ બધી ચીજે બાળકોના માટે રહેવા દે છે. કેમકે તેઓ જાણે છે પિતાને તેમાં કશે આનંદ આવે તેમ નથી, છતાં બાળકોના મનથી તેની કીમત છે. આથી જ્યારે કર્તવ્યના પરિણામની અથવા પ્રયત્નના ફળની વહેચણી દુનીઆ કરે છે, ત્યારે તેઓ પિતે તે સ્વીકારવા માટે હાથ લંબાવવાને બદલે, ફળમાં આનંદ માનનારા બાળકને મોઢા આગળ ધરે છે, અને તેમના હસ્તમાં ફળ મુકાવીને તેના વડે ઉત્પન્ન થતો બાળકના મુખ ઉપરનો આનંદ અવકી પતે તૃપ્ત થાય છે. તેમને આનંદ કર્તવ્યમાં છે, પરિણામમાં નથી. ધર્મ પ્રિય મનુષ્ય જેમ ઉપાશ્રયમાં લ્હાણુ માટે જતા નથી, અને ઉપાશ્રયમાંથી છુટતી વખતે કદાચ લહેણું મળે છે તે તેની સાથેના બાળકોના હાથમાં તેનું ગ્રહણ કરાવે છે, તેમ અબંધ પરિણામે કર્તવ્ય કરનાર મનુષ્ય પરિબુમ અર્થે કાર્ય કરતે નથી અને તેમ છતાં કદાચ પરિણામ આવે તો તેમાં તેને રસ, ઉપાશ્રયની લહેણમાં મળતા પતાસાથી અધિક હેત નથી.
ઘણીવાર જ્યારે દુનિઆ પરિણામ સ્વીકારવા માટે તેને બહુ આગ્રહ કરે છે ત્યારે તેમના સંતેષની ખાતર કદાચ તેને સ્વીકારે છે ખરા, છતાં હદયથી તેમને એ સ્વીકારમાં કશે આનંદ રહેલે હેત નથી. તેઓ કદાચ પિતાની છાતી ઉપર સી. આઈ. ઈ. કેકે. સી. એસ. આઈ. ને ખીતાબ ટીંગાડવાની રજા આપે છે, છતાં સાચા મહાજને તેને અને સોનેરી રીબનના કટકાને જોઈને અંત:કરણમાં હસ્યા કરતા હોય છે. તેઓની આ હ ય સ્થિતિ આસપાસનો સમુદાય સમજી શકતો નથી. તેથી આવા મહાપુરૂષને તેઓ પોતાના ટોળા મહેના એક તરીકે માની લે છે. કેમકે મહાપુરૂષનું મહત્વ કોઈ પ્રકારના મા દેખાવમાં ભાગ્યેજ પ્રતિબિંબીત થાય છે. પ્રાકૃત ટેળામાં અને મહાપુરૂષમાં તફાવત શું એ પ્રશ્ન જે તમે અમને પુછો તે અમે એટલે જ ઉત્તર આપીએ તેમ છીએ કે “મહાપુરૂષ એ બધા ભેદ જાણે છે અને પ્રાકૃત સમુદાય તે જાણતા નથી.”
આ ઉપરથી તમે જોઈ શક્યા હશો કે અનાસકિત એજ સર્વ કાર્યનું રહસ્ય ( Secret of work) છે, અબંધ પરિણામે વર્તવાની ગુપ્ત કુંચી છે, કર્મચાગને મમ છે, અને આપણા જીવનને છેવટનો સાર છે. ઘણુ માણસે અનાસકિતનો અર્થ એ માને છે કે એવું જીવન ગુજારવાના ઉમેદવારે બધા પ્રકારને આનંદ પોતાના જીવનમાંથી બાદ કરી નાંખવો જોઈએ. શમ, દમ, ભીષણ તિતિક્ષા, કલેશકારક વૃત, ઉપવાસ આદિની પરંપરારૂપ તેણે બની જવું જોઈએ.
For Private And Personal Use Only