Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહોપાધ્યાય શ્રીધર્મસાગર ગણિ. ઘણાજ શિથિલ થઈ ગયાં છે અને તેના લીધે સ્વભાવિક રીતે જ અમારામાંથી લાગણીઓને અભાવ થઈ ગયો છે. પરંતુ જયાં સુધી અમારી ઉક્ત સ્થિતિ ન હતી ત્યાં સુધી અમારામાં તેવી લાગણીઓ પણ સતત જાગ્રત હતી. એ લાગણી એના પ્રતાપે જ અમે અમારું વ્યક્તિત્વ (આર્યત્વ) અત્યાર સુધી ટકાવી રાખ્યું છે. જેમ રાષ્ટ્રની બાબતમાં એ પરિસ્થિતિ છે તેમ ધર્મની બાબતમાં પણ એજ નિયમ લાગુ પડે છે. આગલના જમાનામાં એટલે પશ્ચિમીય ભાવ અને ભાષાના સમાગમમાં આવ્યા પહેલાના વખતમાં આર્ય પ્રજામાં ધર્માભિમાન ઘણી સારી રીતે પ્રજવલિત હતું. એક ધર્મવાલા બીજા ધર્મ પ્રતિ પોતાની શ્રેષ્ઠતા અને મહત્તા દેખાડવા હમેશાં પ્રયત્ન કરતા. જેમાં રાજા મહારાજાએ પણ ઘણી વખતે અગ્રભાગ લેતા. સ્વયં નૃપતિએ પોતાના દરબારમાં અનેક દાર્શનિક અને વાચાલ વિદ્વાનોને ત્તમ આશ્રય આપતા અને વિદેશી દાર્શનિકો અને વિદ્વાને આવતા ત્યારે તેમની સાથે રસપૂર્વક વાદવિવાદ કરાવતા અને તેમાં જય પામનારનો અધિક સત્કાર કરી તેને પોતાની પ્રવૃત્તિમાં ઉત્તેજીત કરતા. મતલબ કે પૂર્વ કાળમાં ધાર્મિક ખંડન મંડન અને દાર્શનિક વાદ-વિવાદ એ એક મહત્ત્વનું કાર્ય ગણાતું હતું, આજ પદ્ધતિના બળે અનેક ધર્મો ઉત્કર્ષ અને અપકર્ષ પામી ચુકયા છે, આવી પરિસ્થિતિના લીધે આજે અમારી બુદ્ધિમાં જે એ પદ્ધતિ ઉપયોગી નહિં જણાય-અને તેમ થવામાં કદાચ આધુનિક પરિસ્થિતિજ મુખ્ય નિમિત્ત હોયતેપણ તેથી એની પ્રતિષ્ઠા તો ન્યુન થતી જ નથી. માટે તેવી વ્યક્તિઓ અને તે ઈતિહાસ જે ઉપલબ્ધ થાય તો તેમનો પરિચય કરવા કરાવવાની ખાસ આવશ્યકતા છેજ. આ લેખમાં કાંઈ મહોપાધ્યાય ધર્મસાગરજીનું સંપૂર્ણ વૃત્તાંત આપવાને ઉદ્દેશ નથી, પરંતુ તેમના જીવનના અનેક પ્રસંગોમાંના એક પ્રસંગને શેક ભાગ અને તે પણ ત્રુટિત-હારા લેવામાં આવે તે અસલની સ્થિતિમાંજ અત્ર આપું છું, મુનિવર શ્રી વલ્લભ વિજયજી મહારાજ પાસે ૮-૯ ત્રુટિત પત્ર છે, તેમાંના પ્રારં. ભાના ૪ પત્રની હકીકત મને બહુ ઉપયોગી લાગી તેથી તેનો ઉતારો કરી આ મથાળા નીચે પ્રગટ કરવાનો વિચાર કર્યો છે. એ મૂલ પ્રતિમાં આદિને ભાગ નથી, અંત ભાગ નથી, તેમજ વચમાંના વળી કેટલાંક પત્ર નથી, તેથી સંબંધ અપૂર્ણ રહે છે. જો એની સંપૂર્ણ પ્રતિ કઈને મળી આવે તો તે પ્રકાશમાં મૂકવાની ખાસ આવશ્યકતા છે, આ પ્રતિના દરેક પત્રના મથાળે ખરતર તપા ચર્ચા” આવું હેડીંગ કરેલું છે, તેથી જણાય છે કે, એમાં શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાયે પાટણમાં તથા બીજે ઠેકાણે ખરતર ગ૭ સંબંધી જે જે ચર્ચા કરી છે, તેમનો સંપૂર્ણ અહે For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28