________________
તીર્થકરાદિએ કહ્યો છે તેવો ચૈતન્યસ્વરૂપ આત્મા છું. આવું ભાન થવાથી તેની વૃત્તિ હવે નિરંતર સંવર-નિર્જરાના અધ્યવસાયવાળી બને છે. તેના વિષય-કષાયોરૂપ દેહભાવ શમી જાય છે. તે પ્રત્યે તે સ્વયં વિરક્ત બને તો અંતર્મુખતાની વૃદ્ધિ થાય. સંસારભાવ વિરામ પામે છે. તે અંતરાત્મા સ્વયં પરમાત્મસ્વરૂપે બને છે.
જેની દૃષ્ટિ અંતરપરિણતિ પ્રત્યે વળી છે તે જાણે છે કે દેહ તે જ હું છું. એવા વિભ્રમથી હું અનંતવાર જન્મ-મરણ પામ્યો છું. પરંતુ રાંક એવો બહિરાત્મા આત્માના ગુણવૈભવને નહિ જાણતો સતત દેહ પ્રત્યે આકર્ષણ પામે છે. તેને સોને મઢું કે હીરે મહું ? તેને કેવાં વિલેપન કરું ? દરેક ઇન્દ્રિયોને પોષવા કેવાય પદાર્થો મેળવવા મથે છે. દેહને સુખ મળશે તેમ માની ઘણી સાધનસામગ્રી ભેગી કરે છે. મનને રાજી રાખવા પૃથ્વીનાં કેટલાંયે સ્થળે ઘૂમે છે.
કદાચ આવો બહિરાત્મા લોકસંજ્ઞાએ ધર્મ કરવા પ્રેરાય છે ત્યારે પણ તેને દઢ થયેલો દેહભાવ ભ્રમ પેદા કરે છે, કે ધર્મ કરીને તને આ લોકમાં યશ મળશે. પરલોકમાં દેવલોકનાં સુખ મળશે. આમ, તે ભાવથી છૂટવાને બદલે બંધાય છે. તે જાણતો નથી કે દેવલોક મળે તો પણ સંસાર તો ઊભો જ રહે છે. અને વળી તે પણ અમરધામ નથી. ગમે તેવો દેહ કાળને આધીન છે. તેથી તેનો વિયોગ અવશ્ય થવાનો છે.
અંતરાત્મા સરુના વચનના વિશ્વાસે વિભ્રમથી મુક્ત થઈને યથાર્થવાદી થયો છે. તેણે જગતના જડ પદાર્થોનું સ્વરૂપ જાણ્યું છે; દેહના સુખોની ક્ષણિકતા જાણી છે. તેથી તે પ્રત્યે મમત્વ ત્યજી દે છે. બહિરાત્મપણે રહી ઘણાં દુઃખો ભોગવ્યાં તેનું ભાન થતાં હવે
જ્યાં સાચું સુખ છે તેવા આત્માના ગુણવૈભવ પ્રત્યે તેની દૃષ્ટિ જતાં તે દૈહિક સુખને તજી દે છે અને પરભાવ તથા પરવૃત્તિથી દૂર રહેવાનો સતત પુરુષાર્થ કરે છે. '
સ્વ-પર વિકલ્પ વાસન ! હોત અવિદ્યારૂપ; તાતે બહુરિ વિકલ્પમય, ભરમજાલ અકૂપ. છંદ-૧૩
સમાધિશતક
3o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org