Book Title: Atama Zankhe Chutkaro
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 298
________________ સ્ત્રીઓને જાળવવા જેવી તેની દશા થાય. એક સાજી થાય બીજી રોગી થાય. એક કાળી ને એક ધોળી હોય. પાણીના પરપોટા જેવી આ કાયાને તજવાની છે તો પછી તે કાયાનો ઉપયોગ કરી લેવો. જેમ લાકડું દરિયામાં તણાતું જાય છે તેમ આ જન્મ ભવસાગરમાં તણાઈ રહ્યો છે. માટે સમજી જા કે આ કાયા તારી નથી તું એ કાયાનો નથી. તેના વિશ્વાસે રહેવાથી તું માર ખાતો જ આવ્યો છું. એવી ઠગારી કાયાનું મમત્વ ત્યજી દે. અંતરાત્મદશા : . દીર્ઘકાળથી બહિરાત્મભાવમાં ખૂંપી ગયેલો જીવ કોઈ સદ્ગુરુના બોધે અને તત્ત્વના અભ્યાસથી આંતરનિરીક્ષણ કરે છે. પોતાના સ્વરૂપનું ભાન થતાં તે અંતરંગસ્વરૂપ પ્રત્યે વળે છે. ત્યારે પ્રથમ તેનામાં પરમાર્થમાર્ગની, ધર્મભાવનાની રુચિ થાય છે. પ્રાથમિક ભૂમિકામાં તે પરોપકારવૃત્તિ, અહિંસા, ત્યાગ, સંતોષ જેવા ગુણોનો રાગી થઈ દોષોને ઘટાડે છે. કર્મની તીવ્રતા ઘટવાથી તે અંતર્મુખ થાય છે. જો કે હજી તેને સ્વરૂપ પ્રાપ્તિ થઈ નથી. પરંતુ તે સત્યમાર્ગનો યાત્રી થયો છે, તેથી સંસારના રંગમંચમાં તેને હવે તીવ્ર આસક્તિ નથી. અંતરનિરીક્ષણ કરવાથી તે સમજતો જાય છે કે આ જે દેહનું હું મમત્વ કરતો હતો તે અને આત્મા ભિન્ન છે, સ્ત્રી આદિમાં હું જે મારાપણાનો આરોપ કરતો હતો તે તો રાગનાં બંધન હતાં, હું તેનાથી મુક્ત એવો આત્મા છું. અને જે જે પદાર્થોને ભોગને યોગ્ય ગણતો હતો તે તો ક્ષણિક હતા. આમ દૃષ્ટિપરિવર્તન થવાથી તેને સાચા સુખની અભિલાષા થાય છે. તેથી તેને સંત-સાધુઓ પ્રત્યે ભક્તિ જાગે છે. અને બોધમાં યથાર્થ શ્રદ્ધા થવાથી તેનું પરલક્ષી મંતવ્ય બદલાય છે, ત્યારે તેનો દર્શનમોહ ટળી તે અંતર્મુખ થાય છે. આ ભૂમિકાએ તેનો અનંતાનુબંધી કષાયભાવ દૂર થતાં તે સમ્યગ્રષ્ટિ બને છે. સમ્યગૃષ્ટિ આત્માને આત્મસુખની અંશે પ્રતીતિ થવાથી પોતાના સમાધિશતક Jain Education International ૨૮o www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348