Book Title: Atama Zankhe Chutkaro
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 332
________________ મૂઢાત્મા જાણે નહીં વણબોમ્બે જ્યમ તત્ત્વ; બોમ્બે પણ જાણે નહીં, ફોગટ બોધન-કષ્ટ. જે ઇચ્છું છું બોધવા, તે તો નહિ હું તત્ત્વ; “હું છે ગ્રાહ્ય ન અન્યને, શું બોધું હું વ્યર્થ? અંતર્શાન ન જેહને, મૂઢ બાહ્યમાં તુષ્ટ; કૌતુક જસ નહિ બાહ્યમાં, બુધ અંતઃસંતુષ્ટ. તન સુખ-દુઃખ જાણે નહીં, તથાપિ એ તનમાંય. નિગ્રહ ને અનુગ્રહ તણી બુદ્ધિ અબુધને થાય. જ્યાં લગી મન-વચન-કાયને આતમરૂપ મનાય, ત્યાં લગી છે સંસારને ભેદ થકી શિવ થાય. સ્કૂલ વસ્ત્રથી જે રીતે સ્થૂલ ગણે ને શરીર, પુષ્ટ દેહથી જ્ઞાનીજન પુષ્ટ ન માને જીવ. જીર્ણ વસ્ત્રથી જે રીતે જીર્ણ ગણે ન શરીર, જીર્ણ દેહથી જ્ઞાનીજન જીર્ણ ન માને જીવ. વસ્ત્રનાશથી જે રીતે નષ્ટ ન ગણે શરીર, દેહનાશથી જ્ઞાનીજન નષ્ટ ન માને જીવ. રક્તવસ્ત્રથી જે રીતે રક્ત ગણે ન શરીર, રક્તદેહથી જ્ઞાનીજન રક્ત ન માને જીવ. સક્રિય જગ જેને દીસે જડ અક્રિય અણભોગ, તે જ કહે છે પ્રશમને, અન્ય નહિ તદ્યોગ. તનકંચુકથી જેહનું સંવૃત જ્ઞાનશરીર, તે જાણે નહિ આત્મને, ભવમાં ભમે સુચિર. અસ્થિર અણનો વ્યુહ છે સમ-આકાર શરીર; સ્થિતિધ્યમથી મૂરખજનો તે જ ગણે છે જીવ. ૩૨૧ સમાધિશતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348