________________
બનતો ગયો, તેથી દેહને અર્થે આત્માને જોડતો હતો તે હવે આત્માને અર્થે દેહને સાધન માની તેના દ્વારા સાધના કરે છે. સંસારપ્રવર્તન કરવું પડે તો પણ રસપૂર્વક કરતો નથી. એવા ભેદજ્ઞાનના પ્રાદુર્ભાવે અંતરાત્મા વિચારે છે કે મારું ચૈતન્યસ્વરૂપ સર્વ પદાર્થથી પર છે. આત્મા તો કેવળ શુદ્ધ સ્વભાવી છે, ગુણ-ગુણીનો ભેદ પણ નથી તેવો એક કે અનેકરૂપે નથી. બહારમાં દેહથી એક નથી, સ્ત્રીઆદિકથી અનેક નથી.
અંતરાત્મા સ્વસંવેદનમાં વર્તે છે એથી આત્મા જ સાધક, આત્મા એ જ સાધન અને આત્મા જ સાધ્ય બને છે. એથી “આ જ હું તેમ દેહથી ભિન્ન આત્મા સ્પષ્ટ અનુભવમાં આવે છે.
અંતરાત્માનું ધ્યેય કેવળ બાહ્ય કે શુદ્ર નથી. તેને પૂર્વની સર્વ માન્યતાઓનો ત્યાગ કરવો પડે છે, ત્યાર પછી જ તે પરમાર્થનો પથિક બને છે. અનેક જન્મોના સંસ્કારોને તોડવા તે મહાન પર્વતને ભેદવા જેવું કઠિન છે, જેને સુખના સાથી માન્યા હતા તેવાં પ્રલોભનોને દાટી દેવાં કઠિન છે. પરંતુ મનથી જકડાયેલું દિવ્યતત્ત્વ
જ્યારે પ્રગટ થાય છે, ત્યારે તે પ્રકારો સહેલાઈથી જીવને છોડી દે છે. તેને માટે મળેલા માનવજન્મનું મૂલ્ય, તત્ત્વની અપૂર્વ શ્રદ્ધા, ચિત્તની શુદ્ધિ, શુદ્ધમતિ અને તપ જેવાં આંતરિક બળને યોજવાં પડે છે, એ પ્રકારે કરેલું આત્મવિલોપન પેલી દિવ્યચેતનાને પ્રગટ કરે છે.
દેહથી ભિન્ન સ્વસ્વરૂપે પ્રગટેલો શુદ્ધ ભાવ, નિર્વિકલ્પ દશામાં જેની સ્થિતિ છે તેને હવે વચનથી કહી શકાય તેમ નથી. એક શું અને અનેક શું ? એનો મોહ શો ? વિકલ્પ શો ? ભય-ચિંતા શી ? તે તો નિર્વિકલ્ય અને વચનાતીત છે. એવા આત્માને દેહભાવે જીવ બાંધીને જ આવ્યો હતો, જે જાતિમાં જન્મ્યો તે રૂપે માનતો આવ્યો હતો, જે નામકરણ થયું તે નામને જ સ્વપણે માનતો આવ્યો હતો તે સર્વ ભ્રમણાઓ હવે નષ્ટ થઈ છે.
અહો ! કેટલા વિકલ્પ ? હું જૈન, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર છું? કાકા, મામા, માસી, ફઈ કે દાદી જેવા સંબંધોમાં રાચતો આવ્યો, કેટલાય મત-પંથને માનતો આવ્યો, પૃથ્વીકાયમાં જન્મ્યો,
કારે કરેલું અને તપ જ કલ્ય, તરૂવને છેડો ઘર
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org