________________
અહંકાર પરમેં ધરત, ન લહે નિજગુણ ગંધ,
અહં જ્ઞાન નિજ ગુણ લગે, છૂટે પહિ સંબંધ. છંદ-૪૨
પરમાં હું-પણાનો અહંકાર નિજગુણને જાણવા દેતો નથી. આત્માભાવે ‘હું'ને રાખે તો નિજગુણ પ્રગટે, જેના વડે પરનો સંબંધ છૂટે છે.
ગ્રંથકારની શૈલી પણ અદ્ભુત છે. મા નાના બાળકને પાણીને બદલે ‘ભૂ' પીવું છે તેમ પૂછે છે. બાળક ‘ભૂ' શબ્દથી સમજે છે. તેમ ગ્રંથકાર કહે છે. અરે ભાઈ ! તારે અહંકાર કરવો છે તો તું કર, પણ તે તારા આત્મા પ્રત્યે, તેના ગુણ પ્રત્યે કર કે, અહો ! ‘હું' આત્મા છું. જ્ઞાનાદિ નિજગુણનો ખજાનો છું. ચૈત્યસ્વરૂપે ભગવાન છું. ધ્રુવસત્તાવાળો ત્રિકાળ ટકનારો છું. સ્વભાવથી હું જ શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, સ્વયંજ્યોતિ અને અનંત સુખનું ધામ છું.
હું પરનો નથી, પર મારા નથી. મારે તેમનું કંઈ પ્રયોજન નથી. હું તો સ્વઘરમાં રહેનારો, રમનારો એવો સ્વયંભૂ છું. મને કોઈ સ્પર્શ, રસ, વર્ણ, ગંધ છે નહિ. હું કેવળ જ્ઞાન-દર્શન-ગુણવાળો જ્ઞાતા-દ્રષ્ટા છું. આમ, જીવનું સ્વરૂપ અનુભવમાં આવે ત્યારે પરના મમત્વનો સંબંધ છૂટે.
આમ, વારંવાર ભાવના કરીને અંતરાત્મા-જ્ઞાની નિજગુણમાં રહે છે. આત્માને ‘હું' માને છે, તેથી પરનો સંબંધ છોડીને મુક્ત થાય છે. કારણ કે અહંકારને કારણે અશુદ્ધ પરિણતિ પોષાય છે. અને અંતર્દોષ મટતા નથી. વળી અહંવૃત્તિમાં મમત્વ ભળે છે. એટલે જીવને માતા, પિતા, પુત્ર, ભાઈ વગેરેમાં પણ ‘મારા, મારા'ના ભાવ ઊઠે છે: તેથી તે નિજગુણનો અંશ પણ પામતો નથી. પરંતુ જ્ઞાન થતાં સર્વ પરના સંબંધો સમાપ્ત થાય છે. સ્વાત્મબુદ્ધિ થતાં દેહાત્મબુદ્ધિથી જીવ મુક્ત રહે છે.
સમાધિશતક
दृश्यमानमिदं मूढस्त्रिलिंगमवबुध्यते । મિત્વવવૃદ્ધત્તુ, નિષ્પન્ન શન્વનિતમ્ ॥૪૪॥
Jain Education International
For Private & Personal Use Only
૧૩૧
www.jainelibrary.org