________________
જગતના પદાર્થ માત્ર ક્રિયાશીલ છે. નિષ્ક્રિયતાનો અર્થ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે પરિણમતું નથી. યોગ નિરોધ સુધીનો જે સાધકનો ક્રિયાયોગ છે તે અજ્ઞાનાદિને ટાળવાનો છે. જ્ઞાન પ્રગટ થતાં જીવ બંધનથી મુક્ત થાય છે. માટે જ્ઞાની જ્ઞાન અને ક્રિયા બંનેનો સ્વીકાર કરે છે. કેવળ એકાંત સેવન તે મતિનો અંધકાર છે. બાહ્ય ક્રિયાથી જીવ ધર્મ માને તો તે પણ અજ્ઞાન છે. અને કેવળ શાસ્ત્રજ્ઞાનને ધર્મ માની લે અથવા માને કે શાસ્ત્રજ્ઞાન કરવાથી આત્મજ્ઞાન પ્રગટ થશે તો તે પણ અજ્ઞાન છે. રાગદ્વેષ અજ્ઞાન ટળવાનો સર્વ ક્રિયાયોગ એ અભ્યાસ છે. તે ભૂમિકા પ્રમાણે હોય છે. તેથી જ્ઞાની બંનેને સ્વીકારે છે.
જ્ઞાન અને ક્રિયા બંને મુક્તિનું વિધાન હોવા છતાં એકલા જ્ઞાનનો કે એકલી ક્રિયાનો આગ્રહ કેમ થઈ જાય છે ? કેટલાંક શાસ્ત્રો કેવળ જ્ઞાનદષ્ટિયુક્ત હોય એટલે તેમાં જ્ઞાનનો મહિમા જ આવે અને ક્રિયાથી ગૌણતા જ બતાવે. અને જે શાસ્ત્રો ક્રિયાની મુખ્યતા બતાવે તે જ્ઞાનને નિઃસાર માને. વળી જીવમાં અજ્ઞાન વર્તતું હોય અને એવા ઉપદેશકોનો યોગ મળે ત્યારે તે ક્યાં તો શુષ્કજ્ઞાની કે ક્યાં ક્રિયા જડપણે વર્તવા લાગે આથી જે દોષો છે તે વધુ પુષ્ટ થાય છે. આથી જ્યારે તે જ્ઞાનનો મહિમા સાંભળે ત્યારે શુભક્રિયામાં પણ પ્રમાદી બને એટલે તેને ભાગ્યે અશુભ ક્રિયા ઊભી રહેવાની અને જ્યારે ક્રિયાનો મહિમા સાંભળે ત્યારે અજ્ઞાનવશ જ્ઞાનસ્વરૂપને ગૌણ કરવાવાળો બને છે. યોગાનુયોગ તેની સાચી જિજ્ઞાસા બળે યોગ્ય ઉપદેશક મળી જાય તો તે જ્ઞાનક્રિયાની વાસ્તવિકતા સમજીને સાધના કરે તો સ્વરૂપને પામે.
જ્ઞાની અજ્ઞાની બંને સંસારમાં વસે છે. પરંતુ જ્ઞાની સંસારસાગરમાં છે છતાં નાવમાં બેઠા છે, તેથી તરીને પાર ઊતરશે. અજ્ઞાની સાગરમાં ડૂબતો છે. તેનો મોટા મસ્યરૂપ રાગાદિ નાશ કરે છે.
ગ્રંથકાર કહે છે કે યોગ અસંખ્ય પ્રકારના છે. પાત્રતા પ્રમાણે સગરુ સાધકને યોગધર્મ આપે છે. જેમ કુશળ વૈદ્ય દર્દીને જોઈને રોગની માત્રા પ્રમાણે ઔષધ આપે છે. તેમ સાધુજીવનને યોગ્ય
ર૪
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org