________________
વિશ્વાસ કરવા જેવું લાગે છે. તેમાં તેને રમણીયતા જણાય છે. સપ્તધાતુના બનેલા દેહનો એક ટુકડો કાપીને હાથમાં લેતાં જુગુપ્સા થાય છે. છતાં, તે દેહમાં રમણીયતા લાગે છે. જે દેહનાં અંગોમાં નિરંતર અશુદ્ધિ વહે છે, સુંદર વસ્તુને જે વિકૃત કરે છે તેમાં તેને રમણીયતા લાગે છે.
પચાસ વર્ષની ઉંમર થતાં સુધીમાં દેહને હજારો બાલ્ટી ભરીને નવરાવ્યો, સેંકડો સુગંધી સાબુ વાપર્યા. અત્તર-પૂમડાં મૂક્યાં પણ અહો ! દેહનું યંત્ર તો એ સર્વને મલિન કરીને પોતે જેવું હતું તેવું જ રહે છે. છતાં, જીવ તેમાં રમણીયતા જુએ છે.
પરિવર્તનશીલ જગતમાં પદાર્થને નાશ પામતાં જુએ છે. યુવાની વૃદ્ધત્વમાં અને વૃદ્ધત્વ મરણમાં પરિવર્તન પામે છે. છતાં, જીવ તે સર્વમાં કેવો વિશ્વાસ રાખે છે ? અને નિર્ભયતા અને નિશ્ચિતતા અનુભવે છે. કે દેહ તો નિત્ય રહેવાવાળો છે. આવા વ્યર્થ વિશ્વાસથી જીવ સ્વયં હણાય છે.
પરંતુ જ્ઞાનસ્વરૂપ આત્મા તો પ્રજ્ઞા વડે દેહભાવથી મુક્ત છે. તેને આ જગતના પદાર્થોમાં સુખબુદ્ધિનો વિશ્વાસ પેદા થતો નથી. જ્ઞાને કરીને જગતનું વાસ્તવિક સ્વરૂપ સમજાયા પછી જ્ઞાની જગતમાં નિરંતર પલટાતા પદાર્થોમાં કેવી રીતે વિશ્વાસ કરે ? કેવી રીતે પ્રીતિ કરે ? જગતનું એક પરમાણુમાત્રનું ગ્રહણ કરવું તે દુઃખદાયક છે તો પછી આખા લોકની મોહિનીમાં તેમને કેવું દુઃખ ભાસે ? આથી જ્ઞાની જગતના પદાર્થોમાં સ્વાત્મબુદ્ધિ કરતા નથી.
आत्मज्ञानात्परं कार्यं न बुद्धौ धारयेचिरम् । - कुर्यादर्थवशात्किंचिद्वाक्कायाभ्यामतत्परः ॥५०॥ આત્મજ્ઞાન વણ કાર્ય કંઈ મનમાં ચિર નહિ હોય; કારણ વશ કંઈ પણ કરે ત્યાં બુધ તત્પર નોય. ૫૦
અર્થ : અંતરાત્મા પરભાવ કે પરકાર્યને દીર્ઘકાળ સુધી મનમાં ધારણ કરે નહિ. છતાં પ્રયોજનવશાત્ કંઈ કરવું પડે તો તે અનાસક્તભાવે કરે.
૧૪o Jain Education International
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
For Private & Personal Use Only