________________
સ્કૂલ વસ્ત્રથી જે રીતે સ્થૂલ ગણે ન શરીર, પુષ્ટ દેહથી જ્ઞાનીજન પુષ્ટ ન માને જીવ. ૬૩
અર્થ : જ્ઞાની જાડું વસ્ત્ર પહેરવાથી શરીરને જાડું માનતા નથી તેમ શરીર જાડું હોવાથી જ્ઞાની આત્માને જાડો માનતો નથી.
શરીર પર પહેરેલું વસ્ત્ર શરીરથી ભિન્ન હોવાથી તે જાડું હોય તો શરીર જાડું મનાતું નથી. વસ્ત્ર એ શરીરની શોભાનું કે રક્ષણનું એક સાધન છે, પણ તે શરીરરૂપે નથી. બંને પદાર્થો સ્પર્શાદિ લક્ષણથી હોવા છતાં આકૃતિ ભેદે પ્રકૃતિનો ભેદ થાય છે. જીવ માનવ-શરીર ધારણ કરે છે. ત્યાં સુધી તેને વસ્ત્રાદિની બાહ્ય જરૂરિયાત છે. શરીરની આકૃતિ વસ્ત્રને ધારણ કરે છે. વસ્ત્ર શરીરને ઢાંકે છે. છતાં બંને ભિન્ન છે તેથી જાડા વસ્ત્રથી શરીર જાડું બનતું નથી.
જ્ઞાની જાણે છે કે તે પ્રમાણે શરીર જાડું, હૃષ્ટપુષ્ટ હોવાથી જીવ જાડો થતો નથી કે તેનામાં રહેલી બુદ્ધિ-વિચારશક્તિ પણ જાડી થતી નથી. જો શરીર પુષ્ટ હોવાથી આત્મા પુષ્ટ થાય અને શરીરના કૃશ થવાથી આત્મા કૃશ થાય તો શરીર એ જ આત્મા એવું ઠરશે. પણ દેહ એ આત્મા નથી તેથી કૃશ શરીર હો કે પુષ્ટ શરીર હો – આત્મા પોતાના જ્ઞાનના ક્ષયોપશમ અનુસાર જ્ઞાન-વિચાર ધરાવે છે.
અર્થાત્ દેહ પ્રત્યે વસ્ત્રનો જેવો ભેદસંબંધ છે તેવો દેહ પ્રત્યે આત્માનો સંબંધ જ્ઞાની અનુભવે છે. જેમ તરવારના આકારની દેખાતી મ્યાનમાં તરવાર હોવા છતાં મ્યાન અને તરવાર જુદાં છે, તેમ દેહ અને આત્મા એક ક્ષેત્રમાં એકાકાર દેખાવા છતાં બંનેનો ભેદસંબંધ જ્ઞાની યથાર્થપણે જાણે છે.
जीर्णे वस्त्रे यथाऽऽत्मानं, न जीर्णं मन्यते तथा । जीर्णे स्वदेहेऽप्यात्मानं, न जीर्णं मन्यते बुधः ॥६४॥ જીર્ણ વસ્ત્રથી જે રીતે જીર્ણ ગણે ન શરીર, જીર્ણ દેહથી જ્ઞાનીજન જીર્ણ ન માને જીવ. ૬૪
અર્થ : ધારણ કરેલું વસ્ત્ર જીર્ણ થતાં શરીર જીર્ણ થતું નથી તેમ શરીર જીર્ણ થતાં આત્મા જીર્ણ થતો નથી તેમ જ્ઞાની જાણે છે.
સમાધિશતક
૧૬o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org