________________
છે, જેના મિથ્યાત્વાદિ દોષો દૂર થાય છે તેવા આત્મદર્શીને બહિરાત્માની આવી અવસ્થાઓ વિભ્રમજનિત જણાય છે, અથવા આત્મદર્શીને નિદ્રાવસ્થા કે ઉન્મત્તદશા હોય તો તે વિભ્રમવાળી નથી.
અગાઉ જણાવ્યું હતું તેમ મોહનિદ્રામાં જાગેલો પણ સૂતો છે, ગમે તેવો કાર્યકુશળ હોય તો પણ તે પ્રમાદી છે તેમ બહિરાત્મા નિદ્રામાં ભોગપરાયણ વૃત્તિ અને મિથ્યાભાવને કારણે પાપનું બંધન કરે છે. બહિરાત્માને ભક્તિ આદિના ઉન્મત્તભાવ થાય તો પણ તેમાં તેનો ભ્રમ છે. કારણ કે ઉન્મત્તદશા એ જાગ્રત દશા નથી.
જ્યારે આત્મજ્ઞાનીને નિદ્રાવસ્થામાં પણ દોષ નથી કારણ કે ભેદજ્ઞાનની ધારા તેમને નિદ્રામાં જાગ્રત રાખે છે, આત્મજ્ઞાનને કારણે તેમને વિપર્યાસબુદ્ધિ થતી નથી.
નિદ્રા એટલે અભાન અવસ્થા છે, નિદ્રિત માનવને ઊંઘમાં પોતાપણાનું ભાન નથી હોતું. ઉન્મત્ત દશામાં પણ જીવને વ્યસનીની જેમ વિકળતા હોય છે. આ બંને દશા ભ્રમવાળી હોય છે. હિતાહિતના ભાનરહિત છે. આત્મદર્શીનું આત્મગુણના પ્રભાવે નિદ્રા જેવી દશામાં સ્વરૂપ સંવેદન નષ્ટ થતું નથી.
માણસ જ્યારે ઊંઘી જાય છે, ત્યારે શરીરના અહં કે મમત્વનું ભાન રહેતું નથી. શત્રુ કોણ કે મિત્ર કોણ તેનું ભાન નથી રહેતું. તેમ જ્ઞાની જાગ્રત અવસ્થામાં અહં અને મમત્વ વગર રહે છે. તેમની સહજ સ્વરૂપમાં સ્થિરતા છે.
સ્વપ્ન વિકલતાદિક દશા ભ્રમ માને વ્યવહાર, નિશ્ચય નયમે દોય ક્ષય, વિના સદા ભૂમાચાર. છંદ-૭૭
અર્થ : અજ્ઞાની જીવ સ્વપ્નતુલ્ય ભૌતિક ભોગોમાં સુખની કલ્પનાથી વ્યવહાર કરે છે, પરંતુ નિશ્ચયનયથી જેને શુદ્ધ સ્વરૂપ સમજાયું છે તેમને સાંસારિક સુખ કે દુઃખ બંનેનો ક્ષય છે. તે સિવાય સર્વ ભ્રમ છે.
નિદ્રાધીન મનુષ્યને સ્વપ્નમાં કંઈ સુખ કે દુઃખદ પ્રસંગ ઊપજે તો તે ભ્રમ જ હોય છે. તેમ જાગ્રત અવસ્થામાં પણ જે ક્ષણિક
૨૩પ
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org