________________
છીએ, તો હવે ચોક્કસ થઈ જવું છે. હવે ચૂકી જવું નથી. હવે દાદાની આજ્ઞા પાળી તૈયાર થઈને પછી વિઝા લઈને જઈએ તો કોઈ ને કોઈ તીર્થકર મળી આવશે જ.
આત્મદષ્ટિ થયેલી હોય અને તીર્થકરના દર્શન પામતા જ આનંદનો પાર નહીં રહે. જોતા જ જગત વિસ્મૃત થઈ જશે, નિરાલંબ આત્મા પ્રાપ્ત થશે, કેવળજ્ઞાન થઈ જશે.
જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞારૂપી ધર્મધ્યાનનું ફળ ઊંચામાં ઊંચી મનુષ્યગતિ આવે, તીર્થકરો મળે અને પોતાની પૂર્ણાહુતિ થાય.
તીર્થંકરો બધા જે નિર્વાણ પામીને સિદ્ધ ભગવાન થયા તે જ પરમાત્મા.
શુદ્ધ જ્ઞાન એટલે પરમાત્મા. કેવળજ્ઞાન એક જ સ્ટાઈલનું, દેહ દશા બધાની જુદી જુદી. કોકને કઢી વધારે ભાવે, કોઈને મરચાં વધારે ભાવે, કોઈ બહુ આકર્ષક લાગે. કોઈ વાણી બોલે તો આમ સજજડ કરી નાખે.
પરમ પૂજ્ય દાદા ભગવાન જેવા અક્રમ વિજ્ઞાની અને તીર્થકરોને દેશના હોય. કેવળીને દેશના હોય નહીં. દેશના એટલે વાણી ઉદયાધીન સહજ નીકળ્યા કરે, ટેપરેકર્ડની પેઠ.
દાદાશ્રી કહે છે કે કેવળજ્ઞાન કેવું છે તે અમને જેટલું અનુભવમાં છે પણ તે શબ્દથી જેટલું કહેવાય તેટલું પાણી દ્વારા કહ્યું. બીજું જે અનુભવ છે એને માટે શબ્દ નથી. તે નિઃશબ્દ છે. આજની વાણી પૂર્વયોગની વાણી છે.
છઠ્ઠા ગુંઠાણામાં તથા તેરમા ગુંઠાણામાં ઉપદેશ આપે. તીર્થકરો પણ કેવળ થતા પહેલા ઉપદેશ આપે, કેવળજ્ઞાન થયા પછી દેશના આપે.
જ્ઞાની પુરુષ ભેદ સ્વરૂપે પણ રહી શકે, અભેદ સ્વરૂપે પણ રહી શકે. ભેદ સ્વરૂપમાં અજવાળાની શરૂઆત થાય અને અભેદ સ્વરૂપમાં સંપૂર્ણ અજવાળું ! ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થતા પહેલા ભેદ સ્વરૂપ હતું. બેતાળીસ વર્ષથી બોંતેર વર્ષ સુધી કેવળજ્ઞાન થયા પછી અભેદ સ્વરૂપ હતું.
72