________________
નિકાલ કરતા જાય છે એનાથી વીતરાગતા આવતી જાય, ને છેલ્લે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.
સર્વથા પુદ્ગલ પરિણતિ બંધ થાય, કોઈ પુદ્ગલ રમણતા નહીં, નિરંતર પોતાની સ્વભાવિક રમણતા, આત્માનીજ રમણતા એ કેવળજ્ઞાન
કેવળદર્શનમાં નિજ પરિણતિ ઉત્પન્ન થાય છે. જે ક્રમે ક્રમે વધ્યા કરે અને તે કેવળજ્ઞાન સ્વરૂપમાં પરિણમશે. જે કેવળજ્ઞાનમાં સંપૂર્ણ થશે.
નિજ પરિણતિ એ આત્મભાવના છે, હું શુદ્ધાત્મા છું' બોલવું એ આત્મભાવના નથી.
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્ત જ્ઞાન એટલે કે “હું જ્ઞાતા-દ્રષ્ટા છું' એ જ્ઞાન નિરંતર વર્તે તે કેવળજ્ઞાન અને નિરંતર ના રહી શકે તો ત્યાં સુધી કેવળજ્ઞાન થવા તરફ ધ્યેય છે, તે સમકિત કહેવાય. જેટલું ખંડિત એટલું અંશ કેવળજ્ઞાન.
અખંડ પ્રતીતિ મહાત્માઓને રહે છે, પણ અખંડ જ્ઞાન નથી કેમ રહેતું ? પાછલાં કર્મો ગોદા મારે છે.
કેવળજ્ઞાન એટલે એબ્સોલ્યુટ એટલે નિરાલંબ. જેલમાં બેસાડ્યા હોય તોય નિરાલંબ.
અક્રમ વિજ્ઞાન એ અહંકારનો ફુલ સ્ટોપ (પૂર્ણ વિરામ) વિજ્ઞાન છે, કોમા (અલ્પ વિરામ) વિજ્ઞાન નથી.
શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય એટલે કેવળજ્ઞાનના અંશની શરૂઆત થાય. એ અમુક અંશ સુધી પહોંચે એટલે આત્મા તદન છૂટો જ દેખાયા કરે, ત્યાર પછી એબ્સૉલ્યુટ થાય.
એબ્સૉલ્યુટ થયા પછી નિરાલંબ થાય. એબ્સૉલ્યુટની બિગિનિંગ છે અને એન્ડ પણ છે. સંપૂર્ણ એબ્સોલ્યુટ થયો ત્યારે કેવળજ્ઞાન થાય. નિરાલંબ થવું અને કેવળજ્ઞાન થતું જવું. એક બાજુ નિરાવરણ અને નિરાલંબ બેઉ સાથે થતું જાય.
83