Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 200
________________ (૩.૨) પાવર ચેતન વિરમે, આત્મજ્ઞાન પછી ૧૦૫ છે એટલે છોડી દે અને પાછું નવું ઊભું કરે, કુદરતી રીતે. એ પોતે કરતો નથી કશું પણ કુદરતનો જ નિયમ છે એવો કે આ બધું જૂનું થઈ જાય, ઘસાઈ ગયા જેવું થઈ જાય એટલે એનો ટાઈમિંગ આવી ગયો હોય અને તે ઘડીએ પાવરેય ખલાસ થઈ ગયેલો હોય અને પછી બીજું નવું ઊભું કરે. એટલે આ ઈફેક્ટ પૂરી થઈ ગઈ એટલે પડી જાય બધું. પ્રશ્નકર્તા: તો એ ગલન એ બધું પાવર ચેતનનો વિભાગ છે ? દાદાશ્રી : ના, એ બધું એની મેળે સહજ. ચાલે સાયકલ ચાર્જ-ડિસ્ચાર્જતી, પાવર ચેતનથી પ્રશ્નકર્તા: દાદા, આપે સિમિલિ (ઉપમા) સરસ આપી કે આ ચાર્જ થયેલી બૅટરીઓ છે. દાદાશ્રી : હા, જૂની ડિસ્ચાર્જ થયા કરે, નવી ચાર્જ થયા કરે. આ ચેતન છે પણ પાવર ચેતન છે. (પેલામાં) પાવર ખલાસ થઈ ગયો, એવું આમાં પાવર ખલાસ થઈ જાય એટલે બાળી નાખે, મરી જાય પછી. અને પાવર ખલાસ થઈ જાય ને એટલે જીભનો લવો થઈ જાય પછી. ઉ ઉં ઉ લલ.... કર્યા કરે. કેમ ભઈલા, શું થઈ ગયું? તો કે, પાવર ઊડી ગયો. તમે જાણતા હશોને લલ્વો થઈ જાય ? એ બોલવાની શક્તિ જતી રહે, કાનની શક્તિ જતી રહે, આંખોની શક્તિ જતી રહે, બધી શક્તિઓ જતી રહે. ત્યાં સુધી એકદમ દીવો ઓલવાય નહીંને ! મૂળ દીવો ઓલવાતો નથી, મૂળ આત્મા તો આત્મા જ રહે છે પણ આ દીવો ઓલવાઈ જાય છે. એ પાવર બૅટરીઓમાં ભર્યો છે. એટલે એ ચાલીસ વર્ષ ખલાસ થાય તો ચાલીસ વર્ષ પછી જતા રહે (ગુજરી જાય). પાવર વધારે ભરેલો હોય, છતાં એ કર્મનો ઉદય એવો હોય, કાંઈક કપાઈને મરી જવાનો હોય તો કપાય તે ઘડીએ પાવર બધો ઊડી જાય, બધો નીકળી જાય ઝટ. પ્રશ્નકર્તા અત્યારે આ પાવરનું ફંક્શન કેવી રીતે ઓળખાય?

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220