________________
(૩.૨) પાવર ચેતન વિરમે, આત્મજ્ઞાન પછી
૧૦૯
દાદાશ્રી : આ પાવર ચેતન જે છે, તે અજ્ઞાનતાવાળું પાવર ચેતન છે અને મેં જ્ઞાન આપ્યું ત્યાર પછી “એ” પાવર ચેતન જ રહે છે, “મૂળ ચેતન થતું નથી. પોતે પોતાના અજ્ઞાનથી બંધાય છે અને પોતે પોતાના જ્ઞાનથી છૂટી જાય. આત્મા તો પોતે જ્ઞાનવાળો છે પણ ‘આ’ જે છે તે જ્ઞાનવાળું થાય તો બેઉ છૂટા પડી જાય.
પ્રશ્નકર્તા: તો તમે આ પાવર ચેતનને જ્ઞાનવાળું કરો છો ?
દાદાશ્રી : હા, તો બીજા કોને ? અને પેલો આત્મા તો આજેય જ્ઞાની જ છેને !
પ્રશ્નકર્તા: આ પાવર ચેતન જ્ઞાનવાળું થયું, એટલે આવરણો જતાં રહે?
દાદાશ્રી : હા, આવરણો જતાં રહે, બસ. આ આવરણો ઊડી જાય ને જે અવ્યક્ત છે તે વ્યક્ત થાય.
પ્રશ્નકર્તા તો જ્ઞાની કોણ થાય છે ? દાદાશ્રી: અજ્ઞાની છે તે જ જ્ઞાની થાય છે. આત્મા તો જ્ઞાની જ છે. પ્રશ્નકર્તા ઃ અજ્ઞાની કોણ છે ?
દાદાશ્રી : આ “હું” ને “મારું', જે બંધાયેલો કહે છેને, “મને દુઃખ છે', એ અજ્ઞાની છે.
પ્રશ્નકર્તા: એટલે બીજી ભાષામાં અશુદ્ધ ચેતનને શુદ્ધ ચેતન કરો છો, એવું થયું ?
દાદાશ્રી : હા, અશુદ્ધ ચેતનને શુદ્ધ કરીએ છીએ અને આ અશુદ્ધ ચેતન જે છે તે પાછું મૂળ ચેતન નથી, એ પાવર ચેતન છે. એટલે એને અમે શુદ્ધ કરીએ છીએ. એ સંપૂર્ણ શુદ્ધ થાય તો બેઉ છૂટા પડી જાય.
પ્રશ્નકર્તા : તમે શુદ્ધાત્મા બોલો એટલે એ પાવર ચેતન જે છે, એનો પાવર વધતો જાય ?