Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 203
________________ ૧૦૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) પ્રશ્નકર્તા: આમાં બહાદુરી એકલા જડ તત્ત્વની પોતાની જ છે ? એટલે જડ તત્ત્વ જ પોતાના જડ તત્ત્વને સુધારે છે ? દાદાશ્રી : આ જડ તત્ત્વ નહીં, પુદ્ગલ, જે પાવર ભરેલો છે ચેતનનો. પ્રશ્નકર્તા: હા, તો એ પાવરની સાધના જુદી કરવાની રહીને ? આત્માની સાધનાથી જુદી એવી સાધના રહીને ? દાદાશ્રી : એ સાધના કરતા કરતા આત્મા પ્રાપ્ત થાય. આત્મા શું છે એ જાણવું જોઈએ. ત્યાર પછી સાધના એ તો પુગલને કરવાની છે. પ્રશ્નકર્તા : પણ દાદા, જો આત્માને જાણીએ તો અમારા જડ તત્ત્વમાં ફેરફાર થાય કે નહીં ? મારો મૂળ સવાલ એ છે. દાદાશ્રી : ફેરફાર થયા જ કરેને ! નિરંતર ફેરફાર થયા કરે. અજ્ઞાનતાથી જે બંધ પડ્યા, તે જ્ઞાન કરીને છૂટે. બંધ ને છૂટવું બેઉ પુદ્ગલમાં થયા કરે છે. આત્માને કશું લેવાદેવા નથી, આત્મા આથી જુદો પ્રશ્નકર્તા ઃ એટલે આત્મા સીધી રીતે કંઈ કરતો નથી, એમ તમે કહો છો ? દાદાશ્રી: વાંકી રીતેય કરતો નથી. એ કર્તા હોત તો તો એને માથે જોખમદારી આવત, ને આ પુદ્ગલેય કર્તા નથી. પુદ્ગલેય સ્વતંત્ર કર્તા નથી, આ તો પાવર ભરાઈ ગયો છે. જ્ઞાતે કરીને શુદ્ધ થાય, અશુદ્ધ પાવર ચેતન પ્રશ્નકર્તા: આપણા જ્ઞાન લીધેલા આ મહાત્માઓ છે તે પાવર ચેતન થાય? તમે વિધિ કરીને જે પાવર મૂકો એ પાવર ચેતન થયુંને? દાદાશ્રી : ના, એવું નહીં. પ્રશ્નકર્તા: તો એ ચેતન જ થયુંને ? મૂળ સ્વરૂપ જ ચેતનનુંને?

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220