Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 201
________________ ૧૦૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દાદાશ્રી: એ ખલાસ થઈ જાય એનું નામ પાવર કહેવાય. એ ઓછું થતું જાય. મૂળ ચેતન તો વપરાય જ નહીંને ! આ તો વપરાઈ જાય એટલે પાવર કહેવાય. પાવર ખલાસ થઈ જાય એટલે આપણા લોકો સેલ (દેહ)ને બાળી મેલે છે અને બીજે દાટી દે છે. મૂળ ચેતવતી ચેતતાથી ભિન્ન, પાવર ચેતતા ચૈતન્ય પોતે જ ભગવાન છે. (સ્વભાવિક) ચેતના એ તો પોતે જ ભગવાન છે. જગતના લોક ચેતનની ચેતના જોતા નથી, ચેતનાની અવસ્થાઓ જુએ છે. ખરેખર તો ચેતનાની અવસ્થા નથી જોતા, પુદ્ગલ અવસ્થા જુએ છે. એ પુદ્ગલ અવસ્થા નથી, વિભાવિક) ચેતનાની છાંટ છે મહીં, પાવર ચેતનની છાંટ છે. આત્મા સિવાય બીજું બધું મિકેનિકલ છે, બધું પાવર ચેતના. આ જો પાવર ચેતના લોકો સમજી જાયને, તો બધું ઘણું કામ થઈ જાય. આ તો એને અસલ ચેતન માને છે, કે આમાં તો આને સુધારવાનો છે. આ આત્માને, જે બગડી ગયો છે એને નિગ્રંથ બનાવવાનો છે, કહે છે. આ જે અશુદ્ધ થઈ ગયેલું છે ચેતન, તેને શુદ્ધ કરવાનું છે. પ્રશ્નકર્તા: જ્યારે આપણે અક્રમની અંદર તો ચેતન શુદ્ધ જ છે. દાદાશ્રી : શુદ્ધ જ છે. પ્રશ્નકર્તા અને નિશ્ચેતન ચેતન જે છે, તે તો ડિસ્ચાર્જમાં કાઢી નાખવાનું છે. દાદાશ્રી: એ શુદ્ધ ચેતનને લઈને આ ઊભું થયું છે. તે હવે નિકાલ કરી નાખવાનો. પહેલા અશુદ્ધ ચેતન હતો પોતે ત્યારે આપણે કહ્યું, આ તું નથી અશુદ્ધ ચેતન, તું તો શુદ્ધ જ છું પણ આ (ચંદુ) અશુદ્ધ છે. એટલે પછી એનો આમ સમભાવે નિકાલ કરી નાખવાનો. અક્રમની રીત જુદી છે. મૂળ આત્મા કરતા પાવર ચેતન સાવ જુદું જ છે. એ તદન જુદું કાર્ય કરી રહ્યું છે. કોઈ જગ્યાએ આ એની લિંક હોત તો જુદું ના પડાય. આ જ્ઞાન આપીએ એટલે જુદું જ પડી જાય. આ તો બધું વિજ્ઞાન છે.

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220