Book Title: Aptavani Shreni 14 Part 03
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 211
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દાદાશ્રી : એ પુદ્ગલનું છે. ઊભું કરે છે પુદ્ગલ અને તોડેય એ. એટલે આપણે પ્રગટ થઈ જઈએ. ફક્ત પુદ્ગલમાં એકલું પુદ્ગલ નથી એ. એકલું પુદ્ગલ આવું ન કરી શકે. નવી ડિઝાઈનવાળું કરી શકે પણ એ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બંધ ના કરી શકે. એટલે મહીં ચેતનનો ભાગ છે તે ચેતન, કર્યું ચેતન છે ? એ પાવર ચેતન છે. એકલું પુદ્ગલ તો કરી શકે જ નહીં આ. તમને એમ જ લાગે કે એકલા પુદ્ગલથી આ થયું છે ? ૧૧૬ પ્રશ્નકર્તા : ના થઈ શકે, પણ એમાં જે ચેતન પડેલું છે એ તો આત્માનો કંઈક હોવો જોઈએને, પ્રકાશ ? દાદાશ્રી : હા, પ્રકાશ છે પણ પ્રકાશ એ જ આત્મા છે. એટલે વસ્તુસ્થિતિમાં આપણે શું કહેવાનું છે કે આ એકલું પુદ્ગલ નથી. પુદ્ગલ એકલું હોયને તો તો પછી આના (જડ) જેવું. આપણને એમાં કશી અસર ના થાય. પણ આ તો અસરવાળું છે, ઈફેક્ટિવ છે એટલે એની મહીં પાવર ભરેલો છે. એટલે આપણે શી રીતે એને ચોખ્ખું કરવાનું ? એ કહે છે કે મને ચોખ્ખું કરો, તો આપણે ચંદુભાઈને જે કંઈ ફાઈલ આવી તે આપણે સમભાવે નિકાલ કરીએ એટલે ચંદુભાઈના છે તે બધા પરમાણુ ઊડી ગયા. ચોખ્ખું થઈ ગયું મહીં. એટલે આ હવે જ્ઞાન પછી સમભાવે નિકાલ કરવાનો. પાવરના એ જે પેલા સેલ કહેતા'તાને, તે આયે મન-વચન-કાયાના ત્રણ સેલ જ છે, એ સેલ છે તે એની મેળે વપરાઈ જશે એટલે ખલાસ. તમારે સમભાવે નિકાલ કરવાનો છે આનો, એટલે એ ચોખ્ખું થતું જશે. તમે સમભાવે નિકાલ કરો ને ચોખ્ખું થતું જાય. અને ચોખ્ખું થતું થતું થતું પાવર ખલાસ થઈ ગયો એટલે તમેય છૂટા ને એય છૂટા. પાવર ભરેલા પૂતળાંને ‘જોવું' છેલ્લી કક્ષામાં પ્રશ્નકર્તા ઃ એટલે દરેક વિચાર સારો અથવા ખરાબ આવે ત્યારે ‘એ હું ન્હોય, મારો ન્હોય, એ જ્ઞેય છે, હું શુદ્ધાત્મા છું, એનો જ્ઞાતા-દ્રષ્ટા છું' એવો ભાવ કરવો કે વિચારોને પણ જોવા ? તે સમયે વિચારો તરફ ધ્યાન ન આપવું ?

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220