________________
৩০
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પુદ્ગલ થઈ જાય ભાવરૂપ
પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે ‘હોય ન ચેતન પ્રેરણા, તો કોણ ગ્રહે કર્મ ?' એ સમજાવો.
દાદાશ્રી : આ તો એવું છેને, એ ક્રમિક માર્ગ છે. હવે એ ક્રમિક માર્ગ શેને ચેતન ગણે છે ? વ્યવહાર આત્માને ચેતન ગણે છે. એટલે એ ચેતનની પ્રેરણા છે આ, તો આપણે શું કહીએ છીએ કે બધું ઈગોઈઝમનું છે. અને એ એને આત્મા કહે છે કે એ ચેતન પ્રેરણા કરે છે. હવે એ ચેતન તો ચેતન છે જ, પણ આપણે તો હિસાબ કાઢી નાખ્યો કે આ પાવર ચેતન છે, ઑલરાઈટ ચેતન (મૂળ, શુદ્ધ ચેતન) નથી. અને જો ઑલરાઈટ ચેતન હોત તો એ પ્રેરણા થયેલી તો એ પ્રેરક કાયમનો રહે, જ્યાં જાવ ત્યાં.
::
પ્રશ્નકર્તા : એટલે આ જે પુદ્ગલનું પરિવર્તન બને છે, એમાં એને કોણ ગ્રહે ? ગ્રહવાનું શું આની અંદર ?
દાદાશ્રી : ‘હોય ન ચેતન પ્રેરણા, તો કોણ ગ્રહે કર્મ ?’ આ ‘હું કરું છું' એ કર્મ ગ્રહે છે.
આ ‘હું કરું છું’ એવું માને છે. અલ્યા, તું ક્યાં અહીં આગળ છે ? આ તો સચર છે, ‘મિકેનિકલ’ આત્મા છે, એની મહીં અચર છે એ શુદ્ધાત્મા છે.
પ્રશ્નકર્તા : એટલે આત્મા કંઈ ગ્રહતો નથી, પણ આ તો માન્યતા
છે.
દાદાશ્રી : આ રોંગ બિલીફો જ છે બધી, અને એવું સ્વરૂપ પુદ્ગલનું થઈ જાય. જેવું ‘આપણે’ બોલીએ ને એવું સ્વરૂપ પુદ્ગલનું થઈ જાય. ભાવ એનું ફળ દ્રવ્ય સ્વરૂપ થઈ જાય, પુદ્ગલનો ગુણ છે એવો. અને ‘હું કર્તા નથી’ તો પછી એ પુદ્ગલને કશું ના થાય. હોય તોય છૂટા થઈ જાય. જ્ઞાતા-દ્રષ્ટા થયા કે છૂટા થઈ જાય. કર્તા છે ત્યાં સુધી નવા પુદ્ગલ ગ્રહણેય કરે અને જૂના છોડેય ખરા. છોડનારોય ‘એ’ ને ગ્રહણ