________________
૮૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
નથી. એક ટીપું પડતા પડતા તો મને એ કેટલી ગભરામણ થાય છે ! ત્યારે મૂઆ ઘણાને આટલા પેશાબ કરાવડાવ્યાને હવે શું ? “ટીપું પડતું નથી' કહે છે, બોલો!
પ્રશ્નકર્તા ઃ એટલે એ ત્યાં પાવર ચેતનનું ફંક્શન (કાર્યો ? દાદાશ્રી : ત્યારે બીજા કોનું?
પ્રશ્નકર્તા: પેલું કહે છે, “આખા જગતના બધા જીવોનું જ્ઞાન એક આત્મામાં સમાવેશ પામેલું જોઈએ તો પછી એ જ્ઞાન અને આ આપણે હમણાં વાત કરી કે આ ડૉક્ટરનું જ્ઞાન એય પાવર ચેતન, વકીલનું જ્ઞાન એય પાવર ચેતન, તો એ બે વસ્તુનો શું સંબંધ રહ્યો ?
દાદાશ્રી : જે પાવર ચેતન ઊભું કરવું હોય તે થઈ શકે છે, પણ ચેતન છે માટે થઈ શકે છે.
પ્રશ્નકર્તા તો મૂળ ચેતનમાં એ બધું જ્ઞાન છે ?
દાદાશ્રી : તમામ પ્રકારનાં જ્ઞાન છે, તેથી પાવર ચેતન ઊભું થઈ શકે છે.
પ્રશ્નકર્તા ઃ તો મૂળ ચેતનમાં એ જ્ઞાન કાયમ રહે છે ?
દાદાશ્રી : એ તો બધું, આખી દુનિયાનું, બ્રહ્માંડનું જ્ઞાન જ છે એ. પણ એક અંશ ઉપર ગયો એટલે પેલું સર્વાશ ખોઈ નાખે.
પ્રશ્નકર્તા : એક અંશ ઉપર ગયો એટલે ?
દાદાશ્રી : એટલે ડૉક્ટરનું જ્ઞાન એકલું ખુલ્લું કરવા જાય એટલે બીજું બધું અંધારું થઈ જાય.
અનંત અવતારથી ચેતન મહીં હોવા છતાં સેન્ટ વપરાયું નથી. એ જાણવું હોય તો આ તો લાસ્ટ ફિલોસૉફી (છેલ્લું તત્ત્વજ્ઞાન) છે. એટલે જાણવા જેવી વસ્તુ જ આ જગતમાં આટલી જ છે અને આ શોધખોળોય થઈ છે, તો એમાં સેન્ટ પણ ચેતન વપરાયું નથી, એ તમને શી રીતે સમજાય એ ?