________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૩)
પુરુષ કહેશે, આમાં સેન્ટ પણ ચેતન નથી. આ સંસાર આટલો બધો છે, કૉલેજો-બોલેજો, આખો સંસાર જ, દુનિયા ચાલી રહી છે. અને એમાં સેન્ટ પણ ચેતન વગર ચાલ્યા કરે છે. હવે એ તો બધું મેં જ બહાર પાડ્યું આ. કોઈ ક્રમિક માર્ગના જ્ઞાનીઓને ખબર જ ના પડેને ! એય જાણે કે મહીં આત્મા રહેલો છે. એટલે ત્યાગ કરાવડાવો, ફલાણું કરાવો. હું શું કહું છું આમાં જે રહ્યો છે આત્મા, તે પાવર ચેતન સહિત છે.
૯૮
મોક્ષમાર્ગ સમજવાનો છે. બાકી આ સ્વાધ્યાય કરો, તપ કરો, જપ કરો, બધું પુદ્ગલ કરે છે એનો શો લાભ ? કરે છે પુદ્ગલ ને ‘તમે’ કહો છો ‘મેં કર્યું.’
પ્રશ્નકર્તા : દેહ કરે છે ?
દાદાશ્રી : પુદ્ગલ કરે છે, પાવર ચેતન કામ કરી રહ્યું છે.
પાવર ચેતનનું જ અહંકારે કરીને બહાર બનાવેલું છે, માટે એ કામ કરે છે. પાવર ચેતનથી પાવર જ પૂરેલું હોય છે.
સમજાય એવી વાત છેને ? જે મને દેખાય છેને એ તમને સમજાવી શકાય નહીં. આ જેટલા શબ્દો મારી પાસે હાથમાં આવે એનાથી તમને સમજાવવા ફરું, બાકી આના માટે શબ્દો હોતા નથી. આ તો ખોળી ખોળીને શબ્દો ભેગા ક૨વા પડે. મને દેખાતું હોય પણ તમને સમજણ પડી ગઈ કે ના પડી, એ કહો મને.
પ્રશ્નકર્તા : હા, ખ્યાલ આવ્યો મને.
‘રહસ્ય' રહ્યું ગોપિત શાસ્ત્રથી, ખોલ્યું ભેદવિજ્ઞાતીએ
દાદાશ્રી : આ વર્લ્ડ તો બહુ જાણવા જેવું, લાંબું-પહોળું છે. આ શબ્દોમાં શી રીતે હોય ? પુસ્તકમાં શી રીતે હોય ? કોઈ જગ્યાએ પાવર ચેતન છે એવું શી રીતે જાણવા મળે ? એટલે કોઈ દહાડોય નિવેડો આવે નહીં. પાવર ચેતન છે આ.
પાવર ચેતન જો સમજી જાયને તો બહુ થઈ ગયું. આ લોકોએ