________________
(૧.૧) પ્રતિષ્ઠિત આત્માનું સ્વરૂપ
પ્રશ્નકર્તા ઃ ઘણી બધી.
દાદાશ્રી : હવે એ રોંગ બિલીફ તો બેઠી ને પછી તમે વર્તનેય એવું કરવા માંડ્યા. પહેલી બિલીફ બેઠી કે “હું ચંદુભાઈ છું.” પછી એમ માનીને જ કામ કરવા માંડ્યા. એટલે શું કરવા માંડ્યું કે આ મૂર્તિમાં તમે “હું છું” માની અને પ્રતિષ્ઠા કરવા માંડ્યા. એનાથી નવી મૂર્તિ ઘડાઈ રહી છે. એટલે આવતા ભવને માટે નવો પ્રતિષ્ઠિત આત્મા ફરી પાછો પ્રતિષ્ઠા થઈ રહ્યો છે. તમે પ્રતિષ્ઠા કરો છો તેમ મૂર્તિ ઘડાતી જાય છે. આવતે ભવ પાછા પ્રતિષ્ઠિત આત્મા અને “તમે બે સાથે રહો. આપણે અહીં જ્ઞાન આપીએ છીએ ત્યારે તમારી રોંગ બિલીફ છૂટી જાય છે ને તમને શુદ્ધાત્માનો અનુભવ થઈ જાય છે. પછી નવી પ્રતિષ્ઠા કરતા તમે બંધ થઈ જાવ છો અને પાછલા અવતારનો જે પ્રતિષ્ઠિત આત્મા છે, એ હવે બધો એક્ઝોસ્ટ (ખલાસ) થયા કરે છે.
આ પ્રતિષ્ઠિત કરેલો છે તેનો તે જ આત્મા બોલ્યા કરે છે અને એમાંથી ફરી પાછી પ્રતિષ્ઠા કરે છે. એટલે મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીએ તો મૂર્તિ ફળ આપે છે. આત્મામાં એટલી બધી શક્તિ છે કે ભીંતમાં પ્રતિષ્ઠા કરે તો ભીંત બોલે તેમ છે. આપણે તો શુદ્ધાત્માની પ્રતિષ્ઠા કરીએ છીએ. પેલી પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ ફળ આપે છે તો પછી આપણે આપણા દેહમાં શુદ્ધાત્માની પ્રતિષ્ઠા કરેલી છે તે કેવુંક ફળ આપે ! પેલી જડ અને આ દેહ એ જીવંત મૂર્તિ છે. આ તો અમૂર્ત મૂર્ત છે. ભગવાનની સાક્ષીમાં કેવું ફળ આપે !
ચંદુલાલ રહે અહીં, “હું જાય આગળ પ્રશ્નકર્તા ઃ શરીર બંધાયેલું છે, એમાં “હું છું એમ કહે, એટલે પાછો એ બંધાણો ?
દાદાશ્રી : એ એમાં જ “હું એમ કહે છે. “હું ચંદુલાલ” બોલે પછી મૃત્યુ વખતે તો ચંદુલાલ પડી જાય ને “હું રહે ફક્ત. એટલે આ દેહ છૂટે છે અને નવો દેહ બાંધી રહ્યો છે “હુંપણાથી.
આ ચંદુભાઈ એ તો પ્રતિષ્ઠિત પુરુષ છે. અનંત ભવોથી જે જે